મોદીને શુભેચ્છા પાઠવવા અહીં ક્લિક કરો
divyabhaskar.com
| Dec 20, 2012, 14:54PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સતત ત્રીજી ટર્મમાં ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે. આ સાથે જ કોંગ્રેસે વધુ પાંચ વર્ષનો વનવાસ ગાળવો પડશે. વિકાસની રાજનીતિને પ્રજાએ ફરી એકવાર આવકારતાં ભાજપને ગાંધીનગરની ગાદી સોંપવાનો એકમત આપ્યો છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ ફરી ગુજરાતની ધૂરા સંભાળશે.
ગુજરાતમાં ફરી ભાજપનો ભગવો લહેરાતાં 2014માં લોકસભાની ચૂંટણી માટે વડાપ્રધાન પદના દાવેદાર તરીકે મોદીએ તેમનું સ્થાન મજબૂત કરી લીધું છે. ગુજરાતની સેમીફાઈનલનો જંગ જીતી લીધા બાદ હવે નરેન્દ્ર મોદી દિલ્હીની ફાઈનલ માટે મજબૂત દાવેદાર ગણાય છે તેવું કાર્યકરો માને છે.
અગાઉ 2002, 2007 અને ત્યારબાદ 2012માં પણ ગુજરાતમાં ભાજપનું કમળ ખીલી ઉઠ્યું છે.
...તો પાઠવો ભાજપ અને નરેન્દ્ર મોદીને શુભેચ્છા. તમારા વિચારો નીચે ફીડબેક બોક્સમાં અમને જણાવો....





