Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
 

આ છે દુનિયાની વિચિત્ર હોટલો, જુઓ તસવીરો

Source: Business Desk   |   Last Updated 11:12 AM [IST](16/02/2012)
 
 
 
|  

દુનિયાની આ યુનિક હોટલોમાં રોકાણ પણ એટલું ખર્ચાળ નથી, જેટલું લોકો માની રહ્યા છે. આ યુનિક હોટલની એક તસવીરી ઝલક



 


 

હોટલ દી ગ્લેસ, ક્યુબિક સિટી આઇ આઇસ (બરફ) હોટેલ કેનેડાના ક્યુબિક શહેરમાં આવેલી છે. નોર્થ અમેરિકાની આ પ્રથમ આઇસ હોટલ છે. અહીંનું ફર્નિચર પણ બરફમાંતી બનાવેલું છે. અહીં નાઇટકલબ, મુવી થિયેટર, ઇનડોર ગરમ વોશરૂમ અને આઉટડોટ હોટ ટબ પણ સામેલ છે. આ હોટસ્પોટનું નિર્માણ ખાસ ટુરિસ્ટો માટે કરાયું છે, જે 350000 ડોલરના ખર્ચે તૈયાર થઇ હતી.
 

કેનેડી સ્કૂલ, ઓર્ગન : આ હોટલ પોર્ટલેન્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટની બાજુમાં તૈયાર કરાઇ છે. સ્કૂલમાંથી હોટલના રૂપમાં ફેરવાઇ છે. કેનેડી સ્કૂલમાં પાળતુ પ્રાણીને હોટલના રૂમમાં પ્રવેશવા માટે 15 ડોલર ફી છે.
 

ડેઝર્ટ કાવે હોટલ, ઓસ્ટ્રેલિયા : આંતરરાષ્ટ્રીય સ્તરે આવેલી અંડરગ્રાઉન્ટ હોટલોમાંથી આ હોટલનો અનુભવ કંઇક યુનિક જ હશે. અંડરગ્રાઉન્ડ હોટલમાં દુકાન, કાફે, બાર સહિતની સુવિધાઓ છે.
 

ડોગ પાર્ક બાર્ક ઇન, ઇદાહો : આ હોટલ અમેરિકાના ઇદાહોમાં આવેલી છે. આ હોટલ એક બીગલના આકારમાં બનાવાઇ છે. આ હોટલના ફિચર્સ કૂતરાની થીમ પર આધારિત છે. ઓગસ્ટ, 2003માં ખુલી મૂકાઇ હતી.
 

લાયબ્રેરી હોટલ, ન્યૂયોર્ક : આ લક્ઝુરિયસ હોટલ ન્યૂયોર્કમાં આવેલી છે.
 

જમ્બો હોસ્ટેલ, સ્ટોકહોમ : દુનિયાની સૌપ્રથમ બોઇંગ 747માં જમ્બો હોસ્ટેલ તૈયાર કરાઇ છે. આ હોસ્ટેલમાં 27 રૂમ છે અને તે સ્ટોકહોમ-આયરલેન્ડ એરપોર્ટ પાસે આવેલી છે.
 
ક્યુબિક હોટેલ, એમસ્ટર્ડમ : ક્યુબિક હોટલ બજેટ યાત્રીઓમાં માટે સસ્તા દરમાં ઉપલબ્ધ છે. જેની શરૂઆત 69 યુરોથી થાય છે. આ હોટલના રૂમ એક શાંત અને ફ્યુચરિસ્ટિક ડિઝાઇન છે.
 
 
 
 
 
 
|  
 
 

Your Opinion

 

Code :
1 + 3

 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Veena Malik: Sexy Babe
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.