માઇક્રોસૉફ્ટ વિન્ડો પીસી બજારમાં એક મોટા બ્રાન્ડ સ્વરૂપે ઓળખવામાં આવે છે. ઑપરેટિંગ સિસ્ટમના ક્ષેત્રમાં માઇક્રોસૉફ્ટ ટૂંક સમયમાં એક નવો અધ્યાય જોડવા જઈ રહ્યાં છે. અત્યાર સુધી માઇક્રોસૉફ્ટે પોતાની કેટલીય ઑપરેટિંગ સિસ્ટમ બજારમાં ઉતારી છે.
કંપની ટૂંક સમયમાં વિન્ડો ફોન માટે 7.5 મેન્ગો ઑપરેટિંગ બજારમાં લૉન્ચ કરવા જઈ રહીં છે. માઇક્રોસૉફ્ટનું નવુ મેન્ગો ઑપરેટિંગ સિસ્ટમ અગાઉની સરખામણીએ વધારે ઉન્નત હશે અને ફોનને ફાસ્ટ પરફોર્મન્સ પ્રોવાઇડ કરશે.
- માઇક્રોસૉફ્ટ પોતાની નવી ઑપરેટિંગ સિસ્ટમથી ભારતીય બજારમાં પોતાની ભાગીદારી હજુ વધારવા માંગે છે
- માઇક્રોસૉફ્ટ નવી ઑપરેટિંગ સિસ્ટમને આ મહીનાની 12 તારીખે લૉન્ચ કરી દેશે
- કંપની પ્રમાણે નવા ઓએસમાં જુનાની સરખામણીએ ખાસ્સા વધારે ફિચર્સ આપવામાં આવ્યા છે
- માઇક્રોસૉફ્ટને પોતાના નવા 7.5 મેન્ગો ઑપરેટિંગ સિસ્ટમથી ખાસ્સી આશાઓ છે
માઇક્રોસૉફ્ટ પોતાની નવી ઑપરેટિંગ સિસ્ટમથી ભારતીય બજારમાં પોતાની ભાગીદારી હજુ વધારવા માંગે છે. તેનુ સૌથી મોટુ કારણ છે ભારત અન્ય દેશોની સરખામણીએ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે.
માઇક્રોસૉફ્ટ નવી ઑપરેટિંગ સિસ્ટમને આ મહીનાની 12 તારીખે લૉન્ચ કરી દેશે. આ ઉપરાંત પ્રાપ્ત સમાચાર પ્રમાણે માઇક્રોસૉફ્ટ પોતાના નવા ઑપરેટિંગ સિસ્ટમ માટે એલજી, સેમસંગ અને એચટીસી જેવા મોટા ફોન નિર્માતાઓની ભાગીદારી કરી શકે છે.
ઉપરાંત માઇક્રોસૉફ્ટ ટૂંક સમયમાં વિન્ડો માર્કેટ પ્લસની શરૂઆત કરશે, જ્યાં યૂઝર ખાસ્સી એવી એપ્લીકેશન ડાઉનલોડ કરી શકશે. માઇક્રોસૉફ્ટને પોતાના નવા 7.5 મેન્ગો ઑપરેટિંગ સિસ્ટમથી ખાસ્સી આશાઓ છે.
કંપની પ્રમાણે નવા ઓએસમાં જુનાની સરખામણીએ ખાસ્સા વધારે ફિચર્સ આપવામાં આવ્યા છે જે યૂઝર ફ્રેન્ડલી પણ છે. ટેક્નોલોજીના જાણકારોનું કહેવું છે કે માઇક્રોસૉફ્ટની નવી ઑપરેટિંગ સિસ્ટમ બજારમાં ઉપલબ્ધ અન્ય ઓપરેટિંગ સિસ્ટમને પોતાની પરફોર્મન્સ અને સારી ક્વાલિટીના જોરે પાછળ પાડી દેશે.