
શાહી ઠાઠમાઠ ધરાવતું 147 ફૂટનું યાટ વેચવા કાઢ્યું છે. હેલિક્સ સુપરયાટ 44 મિલિયન ડોલર એટલે કે અંદાજે બે અબજ 17 કરોડ રૂપિયામાં (રૂ.2,17,11,18,000) વેચાણ માટે ઉપલબ્ધ છે. સુપ્રિમ લક્ઝુરિયસ યાટમાં 12 મહેમાનોનો સમાવેશ થઇ શકે છે. આ યાટમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે તેમ સૂત્રો પાસેથી માહિતી મળી છે. આ શાહીઠાઠ ધરાવતા યાટ પર એક નજર કરી લઇએ.







