PICS: આ છે ભારતમાં મળતા નોકિયાના 5 શ્રેષ્ઠ સ્માર્ટફોન
Business Desk
| Jul 16, 2012, 13:04PM IST

જો તમે નોકિયાનો ફોન ખરીદવા માંગો છો તો તમે માર્કેટમાં જઇને ગૂંચવણભરી સ્થિતિમાં મૂકાઇ શકો છો. કારણ કે બજારમાં નોકિયાના એક જ રેન્જમાં કેટલાંય મોડલ છે પરંતુ તેમાં ખાસિયતો અલગ-અલગ છે. અમે તમને બતાવીએ છીએ કે ભારતમાં નોકિયાના કયાં સ્માર્ટફોન ટોપ 5 પર છે.
નોકિયા લૂમિયા - વિંડોઝ આધારિત નોકિયાનો સૌથી સારો સ્માર્ટફોન બજારમાં ઉપલબ્ધ છે. નોકિયાનો આ મોબાઇલ ટોપ ફાઇવની યાદીમાં ટોપ પર છે. આ સિયાન અને બ્લેક શેડમાં મળશે. તેની 3.7 ઇંચ અમોલ્ડ ક્લિયર બ્લેક ગ્લાસ ટચસ્ક્રીન છે. જ્યારે તેની પાછળ 8 મેગાપિક્સલ કેમેરા આપવામાં આવેલા છે. તેમાં ફ્લેશ પણ આપવામાં આવી છે. આ કેમેરા દ્વારા એચડી રેકોર્ડિંગ કરી શકાય છે. આ ફોનમાં એક સ્માર્ટફોનમાં મળનાર તમામ ખાસિયતો છે, તેની બજારમાં કિંમત 23500 રૂપિયા છે.






