PHOTOS: આવનારા દિવસોમાં લોન્ચ થઇ રહ્યા છે આ સ્માર્ટફોન
Business Bureau
| Jul 31, 2012, 15:24PM IST

દર અઠવાડિયે અનેક ફોન બજારમાં આવી રહ્યા છે અને સ્માર્ટફોનનું તો જાણે પૂર આવ્યું છે. સ્માર્ટફોન તમારી જરૂર પ્રમાણે દિવસેને દિવસે સ્માર્ટ બની રહ્યો છે. કેમેરા, ડાયરી, પેન, કેલેન્ડર, કોમ્પ્યુટર, મનોરંજન અને રમતો બધું મળી રહ્યું છે એક સ્માર્ટફોનમાં. પણ આ બધી ખૂબીઓની વચ્ચે જ હવે તીવ્ર હરીફાઇ જામી છે.
કંપનીઓની આ જંગમાં ફાયદો તમને છે. આગામી સમયમાં તમને ઘણા એડવાન્સ્ડ ફોન જોવા મળશે. તેથી જો નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો પહેલા એક નજર અહીં પણ કરી લેજો. આ સ્માર્ટફોન થોડા દિવસોમાં જ બજારનાં આવવાનાં છે. તો શું તમે તેમના માટે રાહ જોશો? આગામી દિવસોમોં લોન્ચ થનારા સ્માર્ટ ફોન પર એક ફોટો ફીચર અહીં રજૂ કરવામાં આવ્યું છે.







