- નોકિયાના આશા 302ની ડિટેલ લીક
- નોકિયાની આશા સીરીઝનો આશા 302 એક ક્વર્ટી હેન્ડસેટ છે
- તેની 2.6 ઇંચની ટીએફટી ડિસ્પલે 320X240 પિક્સલનો રિઝોલ્યુશન આપશે
હાલ નોકિયાએ આ મોબાઇલની ડિટેલ્સ ટોપ સીક્રેટ રાખી છે. પરંતુ તેની કેટલીક ડિટેલ્સ લીક થઇ ગઇ છે. નોકિયાની આશા સીરીઝનો આશા 302 એક ક્વર્ટી હેન્ડસેટ છે. જે એક લો એન્ડ મોડલ છે. આ મોબાઇલ 3જીને સપોર્ટ કરશે.
આ મોબાઇલમાં કેટલાંક ખાસ ફીચર્સ છે. તેની 2.6 ઇંચની ટીએફટી ડિસ્પલે 320X240 પિક્સલનો રિઝોલ્યુશન આપશે. તેના ક્વર્ટી કીબોર્ડ તેજ ટાઇપિંગમાં મદદગાર થશે, જ્યારે તેમાં 3જી સપોર્ટ અને વાફાઇ પણ હશે. તેની મદદથી તમે તેના પર ફેસબુક અને ટ્વિટરનો ઉપયોગ કરી શકશો.
નોકિયા આશા 302નું વજન માત્ર 106 ગ્રામ છે તેની પહોળાઇ ફક્ત 13.5 મીલિમીટર છે. પરંતુ તેમાં ફક્ત એક 3.5 મેગાપિક્સલનો કમેરા હોવો અખતરો છે. એક કેમેરા હોવાના લીધે તેમાં વીડિયો કોલિંગ થઇ શકશે નહીં. તેની ઇન્ટરનલ મેમોરી 16 એમબી છે. કાર્ડ સ્લોટ દ્વારા તેને વધારી શકાય છે.