સીઈએસ-2012 પ્રદર્શનશરૂ થવાની છે અને તેમાં કેટલીય પ્રમુખ કંપનીઓ પોતાની પ્રોડક્ટ પ્રસ્તુત કરશે. આ દરમિયાન એલજી ગૂગલ ટીવી લૉન્ચ થવાની શક્યતાઓ છે.
એન્ડ્રોયેડ ઑપરેટિંગ સિસ્ટમના દિવાના ગ્રાહકોને પોતાને ઘરે એવો મનોરંજન વિકલ્પ લાવવાની તક મળશે જે ગૂગલ ટીવીમાં એલજીની થ્રીડી અને સ્માર્ટ ટીવી ટેક્નોલોજીની ખાસીયતોમાં હશે.
- આ ખાસીયતો ગૂગલ દ્વારા વિકસિત એન્ડ્રોયેડ સિસ્ટમ પ્લેટફોર્મ ઉપર રહેશે
- સોશિયલ નેટવર્કિંગ સર્ચ અને ટીવીના અન્ય ફીચર્સ તેમાં આપવામાં આવ્યા છે
- એલજીની ખાસીયતો પ્રાપ્ત કરીને ગૂગલ ટીવી વધારે શાનદાર સુવિધાઓ આપી શકશે
- આ ટીવીમાં સિનેમાં 3ડીનો રોમાંચ દર્શકોને આપવાની સમગ્ર ક્ષમતા છે
આ ખાસીયતો ગૂગલ દ્વારા વિકસિત એન્ડ્રોયેડ સિસ્ટમ પ્લેટફોર્મ ઉપર રહેશે. તેના દર્શકો એલજીના મેજિક રિમોટ ક્વાર્ટી સાથે ચલાવી શકે છે.
સોશિયલ નેટવર્કિંગ સર્ચ અને ટીવીના અન્ય ફીચર્સ તેમાં આપવામાં આવ્યા છે. આ દર્શકોને પોતાના રૂમમાં બેઠા-બેઠા જ ઢગલો ફીચર્સ આપશે, જેનો ઉપયોગ તેઓ પોતાની સુવિધા પ્રમાણે કરી શકે છે.
એલજી ઇલેક્ટ્રોનિક્સ હોમ એન્ટરટેનમેન્ટના પ્રેસિડેન્ટ તેમજ સીઈઓ હૈવિસ વૉન પ્રમાણે એલજી સતત પોતાના દર્શકોને હોમ એન્ટરટેનમેન્ટના સારા વિકલ્પો ઉપલબ્ધ કરાવે છે.
એલજીની ખાસીયતો પ્રાપ્ત કરીને ગૂગલ ટીવી વધારે શાનદાર સુવિધાઓ આપી શકશે. ગ્રાહકો માટે આ એક પ્રકારનો નવો અનુભવ રહેશે. આ ટીવીમાં સિનેમાં 3ડીનો રોમાંચ દર્શકોને આપવાની સમગ્ર ક્ષમતા છે. મનોંરજનના દીવાનાઓ માટે એલજી ગૂગલ ટીવીમાં તે તમામ ખાસીયતો મળશે જે તેઓ જોવા માંગે છે.
નોંધઃ વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.