આમ તો નોકિયા કંપની અત્યારે બજારમાં પોતાના 3જી સ્માર્ટફોનના 23થી પણ વધારે મોડલ્સ વેચી રહી છે. અને કંપની ટૂંક સમયમાં આ કેટેગરીમાં પોતાના કેટલાક નવા હેન્ડસેટ લૉન્ચ કરવાની તૈયારીમાં છે.
- આ તમામમાં નોકિયા એન-900નો દબદબો સૌથી અલગ છે
- આ ફોનમાં કંપનીએ એન્ડ્રોયેડ 2.3.1 ઑપરેટિંગ સિસ્ટમ આપી છે
- કંપનીએ આ સ્માર્ટફોનમાં 5 મેગાપિક્સલ કેમેરો(કાર્લ જેસિસ ઑપ્ટિક્સ સાથે) આપ્યો છે
- નોકિયાના આ ખાસ 3જી સ્માર્ટફોનની કિંમત 24 હજાર રૂપિયા છે
પરંતુ આ તમામમાં નોકિયા એન-900નો દબદબો સૌથી અલગ છે. આ ફોનમાં તે તમામ ફિચર્સ ઉપલબ્ધ છે જે કોઈ ખાસ સ્માર્ટફોનમાં હોવા જોઈએ. પરંતુ આ ઉપરાંત પણ આ ફોનમાં કેટલાય એવા ફીચર્સ છે જે પોતાની કેટેગરીમાં એન900ને સર્વોત્તમ હેન્ડસેટ સાબિત કરે છે.
તેની ખાસીયતોની વાત કરવામાં આવે તો તેની ઑપરેટિંગ સિસ્ટમ કમાલની છે. આ ફોનમાં કંપનીએ એન્ડ્રોયેડ 2.3.1 ઑપરેટિંગ સિસ્ટમ આપી છે. એટલે કે આ મોબાઇલ ઉપર લગભગ તમામ મોબાઇલ એપ્લીકેશન્સનો ઉપયોગ કરી શકાય છે. તેમાં લીનેક્સ આધારિત માઇમો સૉફ્ટવેર લગાવામાં આવ્યું છે.
જે નોકિયાની પોતાની જ ટેક્નોલોજી છે. તેની સાથે કંપનીએ આ સ્માર્ટફોનમાં 5 મેગાપિક્સલ કેમેરો(કાર્લ જેસિસ ઑપ્ટિક્સ સાથે), વાઈ-ફાઈ કનેક્ટિવિટી અને 32 જીબી સુધીની ઇન્ટરનલ મેમરી જેવી સુવિધાઓ પણ આપી છે. તેના કેમેરાની પણ એક ખાસીયત છે કે તે ઓછામાં ઓછા પ્રકાશમાં પણ વધુ સ્પષ્ટ તસવીરો લઈ શકે છે.
ભારતીય બજારમાં નોકિયાના આ ખાસ 3જી સ્માર્ટફોનની કિંમત 24 હજાર રૂપિયા છે અને આ નોકિયાના તમામ સ્ટોર્સ ઉપર મળી રહેશે.
નોંધઃ વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.