Advertisement
Home >> Gadgets >> Latest >> Galaxy Grand Vs Micromax A116 Canvas HD

ગેલેક્સી ગ્રાન્ડ કે માઇક્રોમેક્સ A116 કેનવાસ, કયું ફેબલેટ લેશો?

1 of 8 Photos

મોટી સ્ક્રીનવાળા અને ફેબલેટ તરીકે ઓળખાતા હેન્ડસેટનો ઉપયોગ વ્યાવસાયિક લોકો કરતા હોય છે, પણ હવે આ ફોન વ્યાવસાયિકો ઉપરાંત દરેક વર્ગનાં લોકો કરવા લાગ્યા છે. મોટી સ્ક્રીનવાળા ફેબલેટનાં બજારને ધ્યાનમાં રાખીને કંપનીઓ આ સાઇઝનાં ઘણા ફોન લોન્ચ કરી રહી છે, એ પણ બજેટમાં. હજું ગયા સપ્તાહે જ માઇક્રોમેક્સે પોતાનું નવું ફેબલેટ A116 Canvas HD લોન્ચ કર્યું છે.

સસ્તા કે બજેટ ફેબલેટની રેસમાં અત્યાર સુધી કાર્બન, માઇક્રોમેક્સ, ઇન્ટેક્સ જેવી ઘરેલુ કંપનીઓ અને બીજી કેટલીક વિદેશી કંપનીઓ જ હતી. પણ હવે સેમસંગે પણ બજેટ ફેબલેટનાં બજારમાં ઝંપલાવ્યું છે, ત્યારે હરીફાઇમાં જબરદસ્ત વધારો થાય તેવી સંભાવના છે. આ સપ્તાહે જ સેમસંગે પોતાનું ફેબલેટ ગેલેક્સી ગ્રાન્ડ પણ લોન્ચ કર્યું. આ બંને ડિવાઇસની કિંમતોમાં તફાવત છે, પણ બંનેને સ્ક્રીન સાઇઝ અને ફીચર્સની બાબતમાં બજેટ સ્માર્ટફોનની હરોળમાં મૂકી શકાય છે. બંનેનાં ફીચર્સમાં કેટલીક સામ્યતાઓ પણ છે અને વિભિન્નતાઓ પણ. તો આગળ જોઇએ, તમારે આ બંનેમાંથી કયું ફેબલેટ કેમ ખરીદવું જોઇએ?

માઇક્રોમેક્સે પોતાનો A116 Canvas HD ફોન ભારતમાં 15000 રૂપિયાની કિંમતો લોન્ચ કર્યો, તો વિકેડલીક નામની કંપનીએ પોતાનું પાંચ ઇંચનું ફેબલેટ વેમી ટાઇટન 13000 રૂપિયાની કિંમતે બજારમાં મૂક્યું. ત્યારબાદ આવ્યો સેમસંગનો વારો, જેણે પોતાનું ફેબલેટ ગેલેક્સી ગ્રાન્ડ 21500 રૂપિયાની કિંમતે લોન્ચ કર્યું. આ ત્રણેય ફેબલેટ વચ્ચેની એક મોટી સમાનતા એ છે કે તેઓ લગભગ એક જ સમયે બજારમાં આવી રહ્યા છે, ફેબ્રુઆરીનાં પહેલા સપ્તાહની આસપાસ.

અહીં આ ત્રણેય ફેબલેટનાં ફીચર્સની સરખામણી રજૂ કરવામાં આવી છે, જેને જોઇ તમે નિર્ણય લઇ શકો છો.
 


Your Opinion
 
 
Code:
8 + 10

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment