Advertisement
Home >> Gadgets >> Apps >> Facebook Page Will Tell You About Your Personality

તમારૂં ફેસબુક પેજ કહેશે કેવી છે તમારી પર્સનાલિટી

Agency | Jul 15, 2012, 15:14PM IST
 
 


તમારે જાણવું છે તમે કેવા પ્રકારનું વ્યક્તિત્વ ધરાવો છો? તો તમારા ફેસબુક પેજ પર એક પ્રશ્ન મૂકો. તમે આ સોશિયલ નેટવર્કિંગ સાઇટનો ઉપયોગ કેવી રીતે કરો છો તેનાથી તમારી પર્સનાલિટી છતી થઇ શકે છે, તેમ એક નવા અભ્યાસમાં જણાવાયું છે.


યુનિવર્સિટી ઓફ મિસોરીના સંશોધનકારોએ એક નવી સ્કેલ વિકસાવી છે જે કોઇ વ્યક્તિ લોકપ્રિય સોશિયલ મીડિયા સાઇટનો ઉપયો કેવી રીતે કરે છે તેના આધારે તેની પર્સનાલિટી નક્કી કરે છે.


સ્કેલ એવું જાહેર કરે છે કે જેમને વધુ જોખમ ધરાવતી પ્રવૃત્તિઓ ગમે છે તેઓ તેમનું સ્ટેટસ અપડેટ કરે છે, ફોટો અપલોડ કરે છે અને મિત્રો સાથે વારંવાર વાત કરે છે. જ્યારે શરમાળ પ્રકૃતિના વ્યક્તિઓ ફ્ક્ત ફેસબુકના ન્યુઝ ફીડ પર સ્ક્રોલ કરે છે અને ફોટો અપલોડ કરતા નથી તેમજ મિત્રો સાથે સક્રિય રીતે સંકળાયેલા હોતા નથી.


સંશોધનકારોએ લોકો દ્વારા કરવામાં આવતો ફેસબુકનો ઉપયોગ અને તેમના પર્સનાલિટી ટેસ્ટના સર્વેક્ષણ પછી આ સ્કેલ તૈયાર કરી છે.


વધુ જોખમોવાળી પ્રવૃત્તિઓ તરફનો ઝોક ધરાવતી વ્યક્તિઓને 'એપીટિટિવ' અને શરમાળ વ્યક્તિત્વના લોકોને 'એવર્સીવ' નું લેબલ લગાવવામાં આવ્યું છે. બંને પ્રકારના વ્યક્તિત્વ ધરાવતા લોકો ફેસબુકનો વારંવાર ઉપયોગ કરે છે ત્યારે મહત્વપૂર્ણ ફરત આ સોશિયલ મીડિયા સાઇટનો કેવી રીતે ઉપયોગ કરાય છે તે અંગેનો છે, તેમ આ અભ્યાસ હાથ ધરનાર હીધર શોનબર્ગરે જણાવ્યું હતું.


આ સ્કેલ એડવર્ટાઇઝરોને ઓનલાઇન ઓડિયન્સને સરળતાથી લક્ષ્યાંકિત કરવામાં મદદરૂપ થઇ શકે છે, તેમ શોનબર્ગર જણાવે છે.


અભ્યાસના તારણો ફોનિક્સ ખાતે યોજાયેલી ઇન્ટરનેશનલ કોમ્યુનિકેશન એસોસિએશન કોનફરન્સમાં રજુ કરાયા હતા.


 
 
 

Your Opinion
 
 
Code:
5 + 8

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment