પાછલા દિવસોમાં દુનિયાના કેટલાય દેશોમાં બ્લેકબેરી સેવાઓમાં સમસ્યાઓ સામે આવી હતી અને તેના પરિણામે આ સ્માર્ટફોનના ગ્રાહકોને ભારે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.
આ દરમિયાન ધીરજ ધરીને બેસેલા ગ્રાહકોની પ્રશંસા કરતા બ્લેકબેરી સ્માર્ટફોન બનાવનારી કંપની રિસર્ચ ઇન મોશન એટલે કે રિમે 100 ડૉલરથી વધુ મૂલ્યના મોબાઇલ એપ્લિકેશનોની વિના મુલ્યે ઉપલબ્ધ કરાવાની તૈયારીમાં છે.
આ મુદ્દે કંપની તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે આ એપ્લીકેશન્સ 19 ઓક્ટોબરથી શરૂ થઈને ચાર સપ્તાહની અંદર ઉપલબ્ધ કરી દેવાશે.
કંપનીના બ્લેકબેરી એપ્લીકેશન વર્લ્ડ ઉપર આ એપ્લીકેશન 31 ડિસેમ્બર 2011 સુધી ઉપલબ્ધ રહેશે. કંપનીને આશા છે કે તેમની તરફથી લેવામાં આવતું પગલું ગ્રાહકોને ખાસ્સુ પસંદ આવશે.