- જો કે કંપની આ ફક્ત ભારતીય એપ્લીકેશન ડેવલપર્સને જ આપશે
- ભારતીય ડેવલપર્સને બ્લેકબેરી એપ્લીકેશન વર્લ્ડમાં રજીર્સ્ટ્ડ થવું જરૂરી રહેશે
- રિમ આની પહેલાં પણ દુનિયાના કેટલાંય દેશોમાં આમ કરી ચૂક્યું છે
બ્લેકબેરી એટલે કે રિસર્ચ ઇન મોશન (રિમ) ટૂંક સમયમાં બ્લેકબેરી પ્લેબુક મફ્તમાં આપવા જઇ રહ્યું છે. જો કે કંપની આ ફક્ત ભારતીય એપ્લીકેશન ડેવલપર્સને જ આપશે. આ પ્લેબુકના ઉપયોગથી આ ડેવલપર બ્લેકબેરી માટે પોર્ટિંગ અંડ્રોયડ એપ્લીકેશન તૈયાર કરશે.
કંપનીના મફ્ત બ્લેકબેરી આપવાના અભિયાનનો ફાયદો ઉઠાવા માટે ભારતીય ડેવલપર્સને બ્લેકબેરી એપ્લીકેશન વર્લ્ડમાં રજીર્સ્ટ્ડ થવું જરૂરી રહેશે. ઉલ્લેખનીય છે કે રિમ આની પહેલાં પણ દુનિયાના કેટલાંય દેશોમાં આમ કરી ચૂક્યું છે.
બ્લેકબેરીના ભારતીય પ્રમુખ (ડેવલપર રિલેસન્સ)ના મતે ફેબ્રુઆરીમાં જ રિમ ભારતીય ડેવલપર્સને મફ્તમાં પ્લેબુક આપશે. તેનાથી તેને એપ્લીકેશન પોર્ટિગ અને ટેસ્ટિંગમાં ઘણી મદદમ મળશે. સાથો સાથ બ્લેકબેરી પ્લેટફોર્મ પર એપ્લીકેશનની સંખ્યા વધારવામાં સફળતા પ્રાપ્ત થશે.