-આઇપેડ-3માં હશે વધુ ઝડપી ચિપ્સ, ગ્રાફિક્સ
-રેટિના, વાઇ-ફાઇ સાથે કરાશે લોન્ચ
સ્માર્ટફોન બનાવતી કંપની એપ્પલે માર્ચમાં નવું આઇપેડ-3 બજારમાં રજુ કરશે, જે કેટલાક નવા ફીચર સાથે હશે.
સૂત્રોએ જણાવ્યા અનુસાર નેક્સટ જનરેશન આઇપેડ-3 દેખાવમાં આઇપેડ-2 જેવું જ હશે પણ તેમાં ઝડપી ચિપ્સ અને વધુ સારા ગ્રાફીક્સ હશે, તેમ માહિતગાર સૂત્રો જણાવે છે.
સૂત્રોના મતે આઇપેડ-3ના સંભવિત નામે બજારમાં આવનાર આ ટેબલેટમાં રેટિના ડિસપ્લે કે તેના જેવી બીજી કોઇ વસ્તુ હશે. આ રેટિના ડિસપ્લે આઇફોન-4 અને આઇફોન-4એસમાં છે. જેમ માણસની આંખ પ્રતિ ઇંચ ક્ષેત્રમાં ફક્ત 300 પિક્સલ જોઇ શકે છે તેવી જ રીતે આ સ્માર્ટફોનોમાં પ્રતિ ઇંચ ડિસપ્લેમાં ફક્ત 326 પિક્સલ છે જે તેમને ઉચ્ચ ગુણવત્તાવાળી છાપેલી તસ્વીરોની જેમ બનાવે છે.
આઇપેડ 3 બે વર્ઝનમાં રજુ કરાશે, એક ફક્ત વાઇ-ફાઇ સાથે અને એક વાઇ-ફાઇ અને એમ્બેડેડ જીએસએમ/સીડીએમએ/એલટીઇ સાથે.