દુનિયાની જાણીતી આઇટી કંપની એપ્પલ પોતાના નવા કર્મચારીઓ પર તરત ભરોસો નથી કરતી. કંપની કામ પર રોકેલા નવા એન્જિયરો પાસે પહેલા ડમી પ્રોડક્ટો બનવડાવે છે. જ્યારે કંપનીને તે કર્મચારી પર પૂરો ભરોસો થઇ જાય ત્યાર પછી જ તેને અસલી કામ આપે છે.
આ ખુલાસો કરાયો છે, ઇનસાઇડ એપ્પલઃ હાઉ અમેરિકાઝ મોસ્ટ એડમાયર્ડ-એન્ડ સેક્રેટિવ કંપની રિયલી વર્કસ નામની એક પુસ્તકમાં. આ પુસ્તકને લખનાર એડમ લૈશિંકીના દાવાની પુષ્ટિ કરી છે એપલના જ એક પૂર્વ એન્જિનીયરે. જો કે એપલે આ અંગે મૌન સેવી રાખ્યું છે.