- ટી-મોબાઇલ યુએસએ તમને આ તક આપી રહ્યું છે
- કંપની 11મી ફેબ્રુઆરીના રોજ એક દિવસ માટે સેલમાં આ મોબાઇલોને મફ્તમાં આપશે
- ટી-મોબાઇલ પોતાના 4જી સ્માર્ટફોન અને ટેબલેટને તમારા માટે એક દિવસના સેલમાં આપવા જઇ રહી છે
- આ સેલમાં કંપનીની સાથે ડેટા પ્લાનનો 2 વર્ષનો કરાર કરવા પર કંપની ફોનના પૈસા લીધા વગર તમને આપશે
- બીજીબાજુ ડેટા પ્લાન સાઇન કરવા પર કંપનીનો અંડ્રોયડ ટેબલેટ પણ તમને મફ્તમાં મળી જશે
જો તમે સેમસંગ ગેલેક્સી એસ2, એચટીસી અમેજ 4જી, બ્લેકબેરી બોલ્ડ 9900 કે નોકિયા લૂમિયા 710 મોબાઇલ ફોન મફ્તમાં મળે, તો શું તમે ક્યો લેવા માંગશો? હવે તમે જો આ વાતને મજાક માનતા હો તો તમે બિલકુલ ખોટા છો. જી હા, ટી-મોબાઇલ યુએસએ તમને આ તક આપી રહ્યું છે. કંપની 11મી ફેબ્રુઆરીના રોજ એક દિવસ માટે સેલમાં આ મોબાઇલોને મફ્તમાં આપશે.
વાત એમ છે કે ટી-મોબાઇલ પોતાના 4જી સ્માર્ટફોન અને ટેબલેટને તમારા માટે એક દિવસના સેલમાં આપવા જઇ રહી છે.
આ સેલમાં કંપનીની સાથે ડેટા પ્લાનનો 2 વર્ષનો કરાર કરવા પર કંપની ફોનના પૈસા લીધા વગર તમને આપશે. તે પણ સેમસંગ ગેલેક્સ એસ2, એચટીસી અમેજ 4જી, બ્લેકબેરી બોલ્ડ 9900 કે નોકિયા લૂમિયા 710માંથી કોઇપણ. બીજીબાજુ ડેટા પ્લાન સાઇન કરવા પર કંપનીનો અંડ્રોયડ ટેબલેટ પણ તમને મફ્તમાં મળી જશે.
સાથે તમારે આ ડીલપરથી કંપનીની ફાસ્ટ 4જી સુવિધાની મજા પણ લઇ શકશો. ડીલને લઇને કંપનીનું કહેવું છે કે કંપની ગ્રાહકો માટે 4જી અનુભવને સસ્તો અને શ્રેષ્ઠ બનાવામાં લાગી ગઇ છે.
આ ડીલ કંપનીનો આ હેતું પૂરો કરવાની સાથો સાથ વેલેન્ટાઇન ડે પર તેને મફ્ત સ્માર્ટફોન અને ટેબલેટ પણ આપવાની તક આપશે. કંપની આ ડીલથી નોન-સ્માર્ટફોન યુઝર્સને સ્માર્ટફોનની મજા પણ આપવા માંગે છે. તેના માટે 2 વર્ષનો ડેટા પ્લાન સાઇન કરવો પૂરી રીતે પોકેટ ફ્રેન્ડલી છે.