એરટેલે દેશમાં શરૂ કરી WiFi હોટસ્પોટ સર્વિસ

એરટેલે દિલ્હી-એસીઆર, મુંબઇ અને બેંગ્લોરમાં વાઇફાઇ હોટસ્પોટ સર્વિસ શરૂ કરી છે. વાઇફાઇ હેન્ગાઉટ નામની આ સર્વિસ ફક્ત એરટેલનાં પ્રી પેઇડ સબસ્ક્રાઇબરો માટે જ ઉપલબ્ધ છે. આ સર્વિસનો ઉપયોગ કરવા માટે યુઝર્સે એરટેલ વાઇફાઇ ઝોન વાઉચર ખરીદવાનાં રહેશે.
વાઇફાઇ પર 30 મિનીટનાં અનલિમીટેડ ઉપયોગ માટે,યુઝર્સે 20 રૂપિયાનો ચાર્જ આપવો પડશે. એક અને બે કલાકનાં અનલિમીટેડ ઉપયોગ માટે એરટેલ અનુક્રમે 30 અને 50 રૂપિયાનો ચાર્જ વસૂલશે. આ સર્વિસની વધુ વિગતો મેળવવા માટે 18001022244 નંબર પર પણ કોલ કરી શકાય છે.
જ્યારે તમે એરટેલનાં વાઇફાઇ હોટસ્પોટમાં હાજર હોવ ત્યારે તમે સેટિંગ્સમાં જઇને કનેક્શન પસંદ કરીને બ્રાઉઝરને ખોલી શકો છો. તે પોતાની જાતે એરટેલનું પેજ ખોલી આપશે, જ્યાં તમારે તમારા પ્રિ પેઇડ બેલેન્સમાંથી પેમેન્ટ કરવું પડશે અને પછી તમે સર્ફિંગ શરૂ કરી શકો છો.
વાઇફાઇ હોટસ્પોટ રેસ્ટોરન્ટ, કોફી શોપ અને એરપોર્ટ જેવી જગ્યાઓએ બનાવવામાં આવ્યા છે.






