એક સમયે આજ સ્ટાર્સ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી હોટ અને સેક્સી એક્ટ્રેસ હતી અને આજે તેઓ ક્યાં ખોવાઈ ગઈ છે તે પણ કોઈને જાણ નથી. એક સમય હતો જ્યારે આ સ્ટાર્સની એક બાદ એક હિટ ફિલ્મો બોલિવૂડમાં આવતી હતી. પણ હવે તેમને જોવા પણ દુર્લભ થઈ ગયાં છે. આજકાલ તો આ સ્ટાર ફક્ત રેમ્પ વોક પર અથવા તો કોઈ શોપ કે મોલનાં ઈનોગ્રેશન વખતે રિબીન કાપતાં જ જોવા મળે છે.
તો ચાલો આજે વાત કરીયે આવી જ કેટલીક સ્ટાર વિશે જે હવે બોલિવૂડનો ભૂતકાળ બની ગઈ છે.
ઉર્મિલા માતોડંકર: તેણે રંગીલા, પ્યાર તુને ક્યા કિયા અને એક હસિના થી જેવી સારી ફઇલ્મો કરી હતી અને ફિલ્મ ભૂત દ્વારા તેણે ફિલ્મફેર એવોર્ડ પણ જીત્યો હતો. પણ ત્યાર બાદ તે ક્યાં ગાયબ થઈ ગઈ તે તો કોઈ જાણતું જ નથી. હાલમાં તે હિમેશ રેશમિયાની ફિલ્મ કર્ઝમાં જોવા મળી હતી પણ તેની કાંઈ ખાસ નોંધ લેવામાં આવી ન હતી. હાલમાં તો તે ફક્ત રેમ્પ વોક કરતી જ જોવા મળે છે.
દિયા મિર્ઝા: એશ્વર્યા રાય જેવો લુક ધરાવતી આ અભિનેત્રીએ ઈન્ડસ્ટ્રીમાં આવતાં જ લોકોનું ધ્યાન ખેચ્યું હતું. ફિલ્મ રહેના હૈ તેરે દિલ મે ફિલ્મથી તેનો ઘણો મોટો ચાહક વર્ગ ઉભો થઈ ગયો હતો. પણ બાદમાં તેની એક પણ ફિલ્મ કાંઈક જાદુ કરી શકી ન હતી. તેથી જ તે હાલમાં વધુ પડતી મહેમાન કલાકારની ભૂમિકા અને રેમ્પ વોક કે ઈવેન્ટનાં પ્રોમોશનમાં જ જોવા મળે છે.
આયેશા ટાકિયા: કોમ્પલાન ગર્લ આયેશા ટાકિયા આઝમીએ તેની ફિલ્મી કરિયર ટારઝન ધ વંડર કારથી કરી હતી અને તેને બેસ્ટ ડેબ્યુટનો ફિલ્મ ફેર એવોર્ડ પણ જીત્યો હતો. હાલમાં ફિલ્મ વોન્ટેડમાં સલમાન સાથે આવી વર્ષની સુપરહીટ ફિલ્મ આપ્યાં બાદ તો આ મેડમ પણ ક્યાંય ખોવાઈ ગયા છે. આયેશાએ થોડા સમય પહેલાં જ તેનાં પ્રેમી ફરહાન આઝમી સાથે લગ્ન કરી લીધા હતાં તેથી તે આજકાલ ફક્ત ફેશન શોમાં રેમ્પ વોક કરતી જ જોવા મળે છે.
ઈશા કોપિકર: કોણ ભુલી શકે આ આઈટમ ગર્લ એટલે કે ઈન્ડસ્ટ્રીની ખલાસ ગર્લને. ઈશાએ ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મ કંપનીમાં આઈટમ સોન્ગ દ્વારા એન્ટ્રી કરી હતી અને ત્યાર બાદ તેણે ફિલ્મ કાંટેમાં આઈટમ સોન્ગ કર્યુ હતું. તેને ફિલ્મ કયામત દ્વારા બેસ્ટ વિલનનો એવોર્ડ પણ મળ્યો હતો. પણ લગ્ન બાદ આ સ્ટાર પણ ક્યાંય ખોવાઈ ગઈ છે. અને હવે તે પણ કોઈક શોમાં ગેસ્ટ બની ને તો ક્યારેક રેમ્પ વોક કરતી જોવા મળી જાય છે.
અમ્રિતા અરોરા: મલાઈકા અરોરા ખાનની બહેન અને ફેમસ આઈટમ ગર્લે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કિતને દુર કિતને પાસથી પદાર્પણ કર્યુ હતું જો કે ફિલ્મ ફ્લોપ રહી હતી. પણ અમ્રિતાની નોંધ જરૂરથી લેવાઈ હતી. તેની લેસબિયન રિલેશનશિપ પર બનેલી ફિલ્મ અને આઈટમ નંબર દિલ્હી કી સરદી પણ ઘણાં જ ફેમસ થયા હતાં. પણ બાદમાં આ એક્ટ્રેસ કાંઈ ખાસ કરી શકી ન હતી. થોડા સમય પહેલાં તેણે શકિલ લડક સાથે લગ્ન કરી લીધા હતાં. હવે તો તે સલુનનાં ઓપનીંગ સમયે જ જોવાં મળે છે.