ભૂતપૂર્વ સ્પાઈસ ગર્લ વિક્ટોરિયા બેકહેમે ફેશન મેગેઝીન વોગ માટે ફોટોશુટ કરાવ્યું હતું. આ મેગેઝીનની તુર્કી આવૃત્તિના કવર પેજ પર વિક્ટોરિયા છવાઈ ગયેલી જોવા મળી છે. વોગ મેગેઝીનના કવર પેજ પર વિક્ટોરિયા પાંચમીવાર ચમકી છે.
36 વર્ષીય વિક્ટોરિયાએ તુર્કી આવૃત્તિના કવર પેજ પર કાળાં રંગના કપડાં પહેર્યા છે અને હાઈ હિલના જૂતા પહેર્યા છે. વિક્ટોરિયાએ ફોટોગ્રાફર એલન વોન એનરેથ પાસે ફોટોશુટ કરાવ્યું હતું. વિક્ટોરિયા તુર્કી આવૃત્તિ પહેલા બ્રિટિશ, જર્મન, ભારતીય અને રશિયન આવૃત્તિના કવર પેજ પર ચમકી છે.
વર્ષ 2003માં અમેરિકન મેગેઝીનમાં ફૂટબોલર પતિ ડેવિડ બેકહેમ સાથે નજરે આવી હતી.