બોલિવૂડની હોટ સેક્સી અને ગ્લેમર ગર્લ સેલિના જેટલી તેનાં ફિટનેસ અને સેક્સી લુકનો રાઝ ખોલી રહી છે.
હું અઠવાડિયામાં ત્રણ દિવસ ચુસ્ત રીતે ડાયેટ પ્લાન કરુ છું. તેમજ યોગા અને સ્વિમીંગ અઠવાડિયામાં બે દિવસ અને બે દિવસ આરામ કરૂ છું. મારા શરિરને ચુસ્ત અને તંદુરસ્ત બનાવવું ફક્ત મારા જ હાથમાં છે. મે સ્વિમીગ દ્વારા ઘણું વજન ઘટાડ્યું છે. હું ભારે એક્સેસાઈઝમાં માનતી નથી દિવસમાં પાંચ વખત ખાઉ છું. હું મારા દિવસની શરૂઆત ચા અને તેની સાથે કોઈ અનાજ લઈને કરુ છું. મારા લંચમાં બે રોટલી, બ્રાઉન રાઈસ, સલાડ અને થોડું શાક હોય છે.
બપોરે ચાર વાગ્યે હું ખજૂર અને અન્ય ડ્રાય ફ્રુટ ખાઉ છું સાંજે 6 વાગ્યે જીમ જતાં પહેલાં એક બાઉલ ફ્રુટ ખાઉ છું અને જીમથી પાછા ફર્યા બાદ રાત્રે હું ફિશ અને શાક ખાવાનું પસંદ કરુ છું.
હું ભગવાનમાં માનુ છું અને તેમનાંમા પુર્ણ શ્રધ્ધા રાખુ છું તે મારા મિત્ર સમાન છે કારણ કે, હું તેમની સાથે મારી બધી જ મુશ્કેલીઓ શેર કરુ છું. અને જેનાં પર સંપુર્ણ વિશ્વાસ રાખુ છું. દિવસમાં એક વખત તેમની જોડે વાત કરવાનો સમય હું કોઈપણ હિસાબે કાઢી જ લવું છું.