બોલિવૂડ અભિનેત્રી રેખાનું જીવન રહસ્યમય છે. રેખા 56 વર્ષની થઈ હોવા છતાં પણ તે આજે હોટ એન્ડ સેક્સી દેખાઈ રહી છે. થોડા સમય પહેલા રેખાએ ફિલ્મફેર મેગેઝીન માટે ફોટોશુટ કરાવ્યું હતું. આ ફોટોશુટમાં રેખા એકદમ સેક્સી દેખાતી હતી. રેખાનું ફોટોશુટ જોઈને કોઈ પણ યુવતીને ઈર્ષ્યા થાય તેવી સ્વાભાવિક છે.
રેખા પર ઉંમરની કોઈ અસર થતી જ ના હોય તેમ લાગે છે. 56 વર્ષે પણ રેખાએ જે અંદાજમાં ફોટોશુટ કરાવ્યું છે, તે ખરેખર કાબિલે તારીફ છે.
રેખાએ શરૂઆતમાં કાળા રંગનો ડ્રેસ પહેરીને પોતાની કામુક અદા પાથરી છે. રેખાના આ ફોટાએ ખૂન ભરી માંગની યાદ અપાવી દીધી હતી.
રેખા પરંપરાગત સાડીમાં ઘણી જ સુંદર લાગે છે. રેખા જ્યારે પણ કાંજીવરમ સાડી પહેરે ત્યારે તે ખીલી ઉઠે છે.
રેખા વેસ્ટર્ન વેરમાં એકદમ મોડર્ન અને સ્ટાઈલિશ વુમન લાગે છે.