ફિલ્મ દબંગ ફક્ત કાંઈ સલમાનનાં નામે જ ચર્ચામાં નથી રહેતી હાલમાં તે મલાઈકા અરોરા ખાન પર ફિલ્માવાયેલાં આઈટમ નંબર મુન્ની બદનામ હુઈ...ને કારણે પણ ચર્ચામાં છે. ફિલ્મનું આ ગીત અત્યારથી જ લોકોમાં ભારે પ્રિય છે.
આ ગીતને આટલી સફળતા મળતાં ફિલ્મનાં પ્રોડ્યુસર અને મલાઈકાનાં પતિ અરબાઝ ખાન ખુશ છે. અરબાઝે જણાવ્યું હતું કે, ''હુ ખુશ છુ કે મારી પત્ની પર ફિલ્માવાયેલું આ ગીત કજરારે અને બીડી જલાઈલે જેવા ગીતોને પણ હરાવી ચુક્યું છે. અમે આ ગીત પર ઘણી મહેનત કરી છે. આ ગીતમાં મલાઈકાએ ઘણો જ સુંદર ડાન્સ કર્યો છે. દબંગ ખાન પરિવારમાટે એક ફેમિલી ફિલ્મ જેવી છે. મારા ભાઈ સોહેલે ફિલ્મનાં પ્રોડક્શનમાં મને મદદ કરી છે.''
''મારી પત્ની મલાઈકા ફિલ્મની કો પ્રોડ્યુસર છે અને તેણે ફિલ્મમાં આઈટમ સોન્ગ પણ કર્યુ છે. તો મારી બહેન અલવિરાએ ફિલ્મ માટે કપડાં ડિઝાઈન કર્યા છે. મને ગર્વ છે કે મારા પરિવારે મળીને દબંગ જેવી ફિલ્મ બનાવી છે. ''
અરબાઝ આ ફિલ્મ બાબતે ઘણો જ કોન્ફિડંટ છે તેને વિશ્વાસ છે કે આ ફિલ્મ વર્ષની સૌથી મોટી હિટ સાબિત થશે. ફિલ્મ 10 સેપ્ટેબંરે રિલીઝ થશે.