અભિનેતા કુનાલ કપૂર અમિતાભના ભાઈ અજિતાભની પુત્રી નૈના સાથે ડેટિંગ કરી રહ્યો છે. નૈના દિલ્હીમાં રહે છે પરંતુ છેલ્લાં કેટલાંય સમયથી આ બંનેના સંબંધો ઠીક-ઠાક ના હોય તેમ લાગી રહ્યું છે.
હાલમાં કુનાલ કપૂર 'લવ શવ તે ચિકન ખુરાના'માં કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં કુનાલની સાથે હુમા કુરેશી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કુનાલે ફિલ્મમાં પોતાના પાત્રની જરૂરિયાત પ્રમાણે રસોઈ બનાવવાનું શીખવાનું હોય છે. આ જ કારણે તે ઘણો સમય હુમા સાથે હોય છે. કુનાલ અને હુમા લાંબો સમય સાથે હોવાથી નૈના બચ્ચન ગુસ્સે ભરાઈ છે. હુમા સિંગલ છે અને તેને કુનાલ સાથે સારૂં બને છે.
નોંધનીય છે કે, નૈના અને કુનાલ થિયેટર વર્કશોપમાં મળ્યા હતા. આટલું જ નહીં ફિલ્મના શૂટિંગ અર્થે કુનાલ જ્યારે લંડન ગયો ત્યારે તેણે નૈનાને સાથે આવવાનું પણ કહ્યું હતું.
ફિલ્મના ડિરેક્ટર અનુરાગ કશ્યપે કહ્યું હતું કે, કુનાલ હાલમાં રસોઈ બનાવવાનું શીખી રહ્યો છે. આ ફિલ્મ ભારતની પહેલી ફૂડ ફિલ્મ હશે. જોકે, કુનાલ વધુને વધુ સમય હુમા સાથે પસાર કરતો હોવાથી નૈના ગુસ્સે થાય તે સ્વાભાવિક છે.
વળી, કુનાલે પણ સ્વીકાર્યું છે કે તેના જીવનમાં નૈના ખાસ સ્થાન ધરાવે છે અને તેથી જ હવે કુનાલ પોતાની પ્રેમિકાને કઈ રીતે મનાવે છે, તે વાત રસપ્રદ રહેશે.