બોલિવૂડ અભિનેતા આમિર ખાન સાથે ‘થ્રી ઈડિયટ્સ’માં કામ કરી ચૂકેલી અભિનેત્રી કરિના કપૂર મિસ્ટર પરફેક્શનિસ્ટને ફિલ્મ ઉદ્યોગનો ‘ઉસ્તાદ’ માને છે. 31 વર્ષની કરિનાએ કહ્યું, ‘આમિર હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ઉસ્તાદ છે, જ્યારે ઈમરાન તો હજી ફિલ્મોમાં પા પા પગલી માંડી રહ્યો છે. ઈમરાન સાથે કામ કરવાની મજા આવી. મને લાગે છે કે તે ઘણો સારો અભિનેતા છે અને ભવિષ્યમાં પણ તેની સાથે કામ કરવું મને ગમશે.’
કરિનાની બે ફિલ્મો ‘એક મૈં ઔર એક તૂ’ અને ‘એજન્ટ વિનોદ’ રિલીઝ થવા માટે તૈયાર છે. કરિનાએ જણાવ્યું કે હાલ તેની પ્રાથમિકતા ‘એક મૈં ઔર એક તૂ’ છે.