Advertisement
Home >> Bollywood >> News >> Bollywood Buzz >> Is Salman Pointing At The State Government

મુંબઈમાં મધરાત પછી સલમાનને પડી રહ્યા છે ખાવાના ફાંફા!

Vaibhavi Risbood | Apr 28, 2012, 18:27PM IST
 
 


મોડી રાત્રે ખાવાનો શોખીન સલમાન થઇ ગયો છે હેરાન પરેશાન

સલમાન ટ્વિટર પર હંમેશા એક્ટિવ રહે છે. તાજેતરની તેની ટ્વીટ્સ પરથી તે રાજ્ય સરકારે મુંબઈનાં ખાણી-પીણીનાં સ્થળો પર મૂકેલા અંકુશોથી નારાજ હોય એમ લાગે છે. સલમાન નાઇટ ક્લબના ટાઇમિંગ અને તેમના પર લાદવામાં આવેલા નિયંત્રણોથી નાખુશ હોય તેમ લાગે છે.

સલમાને ટ્વીટ કર્યું હતું, ‘ખાસ કશું નવું નથી. રાતે 12 વાગ્યે ડિનર માટે ગયો, પણ બાન્દ્રાની મોટાભાગની જગ્યાઓ બંધ હતી અને નાઇટક્લબ 12.30 વાગ્યે બંધ થઈ ગઈ. બોરિંગ બાન્દ્રા. આ તો વિચિત્ર કહેવાય.’

‘બાન્દ્રાનો માહોલ ઘણો મજાનો હતો. 10 વાગતાં કામ પૂરૂં કરીને અમે ઘરે જઈએ અને 11 વાગ્યા પછી મોજમજા કરવા માટે બહાર નીકળીએ, તો બહાર તો બધું બંધ થઈ ગયું હોય.’ તેણે ફરી ટ્વીટ કર્યું હતું.

ટ્વિટર પર તેણે કહ્યું, ‘યુવાનોને તો તેનાથી ખૂબ નિરાશા થઈ હશે. 76 વર્ષના મારા પિતા પણ 12.30 વાગ્યે જમે છે. ગઈ રાતે ડિનર ના લીધું. બધું બંધ હતું. હાજી અલી જ્યૂસ સેન્ટર પણ 12 વાગ્યે બંધ થઈ જાય છે.’

એક ટ્વિટમાં લખ્યું હતું, ‘વાઉ, આ તો મને ખબર નહોતી. આ તો ઘણું દુઃખદ કહેવાય. મને નવાઈ લાગે છે આવું શા માટે કરવામાં આવ્યું? હું સવારે પાંચ વાગ્યે જ્યૂસ અને પિઝા ખાવા ટેવાયેલો છું.’

રસપ્રદ વાત એ છે કે શાહરૂખ અને શિરીષ કુંદેર વચ્ચે થયેલી તકરાર બાદ નાઇટ ક્લબના નિયમો વધુ કડક થઈ ગયા છે. તેમજ નાઇટ ક્લબ સમયસર બંધ કરી દેવાય તેના પર પણ ચાંપતી નજર રાખવામાં આવે છે.



 
 
 

Your Opinion
 
 
Code:
4 + 10

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment