Advertisement
Home >> Bollywood >> News >> Bollywood Buzz >> Bollywood Candle March On Juhu

બોલિવૂડ ઉતર્યું રસ્તા પર, ભીની આંખે અર્પી શ્રદ્ધાંજલિ

divyabhaskar.com | Dec 29, 2012, 20:16PM IST
 
 


સાંજે સાડા પાંચ વાગ્યે જુહુ ચોપાટીથી લઈને જુહુ સ્કિમમાં અમિતાભ બચ્ચનના પ્રતિક્ષા બંગલાની નજીક આવેલ કૈફી આઝમી પાર્ક સુધી ફિલ્મી અને થિયેટર પર્સનાલિટીઝની સાથે બે એક હજાર લોકોએ શાંતિપૂર્ણ માર્ચ કર્યું.


દિલ્હીમાં દામિની પર થયેલા બળાત્કાર અને ખૂનના વિરોધમાં આ રેલીમાં મોટાપાયે ફિલ્મ,ટીવી અને થિયેટરના કલાકારોએ પણ ભાગ લીધો હતો. કૈફી આઝમી પાર્કમાં સાંજે સાત વાગ્યે રેલી સભામાં ફેરવાઈ ગઈ હતી.તેનું સંચાલન શબાના આઝમી અને જાવેદ અખ્તરે કર્યું. નાનકડા પાર્કમાં બે એક હજાર લોકો સમાઈ શકે તેમ નહોતા પણ જરાય અવાજ કે ધક્કામુક્કી વગર લોકો સાંકડમુકડ ફિલ્મી પર્સનાલિટી જની આસપાસ વીંટળાઈને મીણબત્તી લઈને ઊભા રહ્યા હતા. રણવીર સિંહે કહ્યું કે મને શરમ આવે છે કે મારી જાતિના લોકોએ આવું કૃત્ય કર્યુ.


પીડિતાને શ્રદ્ધાંજલિ આપવા બોલિવૂડ રસ્તા પર ઉતર્યું અને શું કહ્યું વાંચવા જુઓ તસવીરો...


 


મહિલાઓનું સન્માન કરવાનો સંકલ્પ લો


ભારતના યુવાનો ઈન્ડિયાગેટથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધી પ્રદર્શન થઈ રહ્યું છે. કાયદો જ્યારે બનશે, ત્યારે બનશે. જ્યારે દિલથી મહિલાઓની ઈજ્જત કરીશું, ત્યારે તેમની સામેનાં ગુનાઓ અટકશે. આ સમયે મહાઅભિયાનમાં જોડાવાનો સંકલ્પ કરી શકીએ. અમારા આ મહાઅભિયાનમાં જોડાઓ અને સંકલ્પ કરો કે હું મહિલાઓનું સન્માન કરીશ

 
 
 

Your Opinion
 
 
Code:
10 + 5

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment