હોલિવૂડ અભિનેત્રી ગ્યાનેથ પેલ્ટ્રોએ તાજેતરમાં જ પોતાની વેબસાઈટ પર વેલેન્ટાઈન ડેને ધ્યાનમાં રાખીને સેક્સ ટીપ્સ આપવાની છે. વેબસાઈટના 'માત્ર 18 વર્ષની ઉપરના માટે' એવા સેક્સનમાં તે સેક્સ ટીપ્સ આપવાની છે.
39 વર્ષીય અભિનેત્રીએ રોકસ્ટાર ક્રિસ માર્ટીન સાથે લગ્ન કર્યા છે. તેઓ સેક્સ માટે કામસૂત્ર કિટનો ઉપયોગ કરે છે.
પેલ્ટ્રોએ કહ્યું હતું કે, આ કિટ ઘણી જ નાની છે અને તે હેન્ડબેગમાં સમાઈ જાય છે. તેથી જ જ્યારે પણ મસ્તી કરવાની ઈચ્છા ત્યારે તે કિટનો ઉપયોગ કરવો.
આ સિવાય અભિનેત્રીએ લૌરા કોર્નની '101 ગ્રેટ સેક્સ' નામનું પુસ્તક વાંચવાનું કહ્યું છે. આ પુસ્તકમાં વિવિધ સેક્સના આસનો આપવામાં આવ્યા છે અને સેક્સ ટેકનિકની વાત કરવામાં આવી છે.
અભિનેત્રીએ વધુમાં પાર્ટનર માટે ફૂલો અને કેટલીક વાનગીઓની રીત પણ આપી છે.