ભોગ બનનાર યુવાને રૂરલ પોલીસને જાણ કરી
વલસાડના નવેરા ગામમાં રહેતી ૨૦ વર્ષીય યુવતી કેટલાંક લોકોને લલચાવી ફોસલાવી મોબાઇલ ફોન તફડાવી ચોરી કરતી હોવાના અવરનવર બનાવો બન્યા હતા. જે પૈકી ભોગ બનનાર એક વ્યક્તિએ આ અંગે વલસાડ રૂરલ પોલીસને જાણ કરતા પોલીસે આ યુવતી સામે કાર્યવાહી કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વલસાડના નવેરા ગામમાં મંદિર ફિળયા ખાતે રહેતી ૨૦ વર્ષીય શિવાની (નામ બદલ્યુ છે)પોતાના મોજશોખ પૂરા કરવા માટે મોબાઇલ ફોન ચોરીના રવાડે ચઢી હતી. જે માટે કેટલાંક લોકોને લલચાવી ફોસલાવી તેઓનો મોબાઇલ તફડાવી પોબારા ભણી ગઇ હતી. અગાઉ કેટલાક લોકો શિવાનીની આ ચાલાકીનો ભોગ બન્યા હતા. જે પૈકી ભોગ બનનાર એક યુવાને વલસાડ રૂરલ પોલીસને આ અંગે જાણ કરતા પોલીસે શિવાની સામે સીઆરપીસી ૧૦૯ મુજબ કાર્યવાહી કરી હતી.