વલસાડ નજીક નેશનલ હાઇવે નંબર ૮ પર શનિવારે બપોરે રસ્તો ક્રોસ કરી રહેલા એક યુવાને કોઈ વાહનની અડફેટે ચઢાવતા ગંભીર ઇજાઓને લઇ તેનુ મોત નીપજયુ હતું.
કુંડી ઓવરબ્રિજ નજક શનિવારે રસ્તો ક્રોસ કરી રહેલા એક ૩૦ વર્ષીય યુવાનને કોઇ વાહને અડફેટે ચઢાવતા ગંભીર ઇજાઓને લઇ તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાજ ડુંગરી પોલીસ ઘટના સ્થળે પહોચી મોતને ભેટેલા યુવાનના મૃતદેહને પી.એમ. માટે ખસેડી હતી.
નેશનલ હાઈ વે નં.૮ પર ઠેર ઠેર ફ્લાય ઓવર બનવાથી વાહનોની ગતિ પહેલાના મુકાબલે વધુ થઈ હોવાથી હાઈવે ક્રોસ કરવો હવે રાહદારીઓ માટે મુશ્કેલ બન્યો છે. શનિવારે કુંડી ફ્લાય ઓવર પાસે રસ્તો ક્રોસ કરવા જતાં આ રીતે જ એક યુવક વાહનની અડફટે આવી જતાં સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતું. જો કે હજુ યુવકની ઓળખાણ થઈ શકી નહોતી.