ટાઉન પોલીસમાં ગુમ થયાના શનિવારે બે બનાવો નોંધાયા હતા.
મોટી સુલપડના ઇશ્વરભાઇની ચાલમાં રહેતા રાજકુમાર શાહની ૨૮ વર્ષની પત્ની રીટા ૮ ફેબ્રુઆરીની રાતે બાથરૂમ જવાનું કરીને ગઇ હતી તે પરત ફરી ન હતી. રીટા ચાર વર્ષના બાળકને મુકીને ચાલી જતા પતિ રાજકુમારે ફરિયાદ કરી હતી. જ્યારે રોયલ કોમ્પ્લેક્ષમાં રહેતો હયાતુલ્લા શમીઉલ્લા ખાન બુધવારે નીકળેલા ઇદે મિલાદના ઝુલુસમાં ગયો હતો. ૧૯ વર્ષનો હયાતુલ્લા ખાન માનસિક બીમાર હોવાના કારણે ઝુલુશમાંથી ક્યાંક ચાલી ગયો હતો.
જ્યારે અન્ય એક બનાવમાં વાપી ડુંગરી ફિળયા સ્થિત રોયલ કોમ્પલેક્ષમાં રહેતા હયાતુલ્લા શમીઉલ્લા ખાન બુધવારે નીકળેલા ઇદે મિલાદના ઝુલુસમાં ગયો હતો. ૧૯ વર્ષીય હયાતુલ્લા ખાન માનસિક બીમાર હોવાના કારણે ઝુલુશમાંથી ક્યાંક ચાલી ગયો હતો. લાંબી શોધના અંતે કોઇ ભાળ ન મળતા આખરે ઝઈફ ખાન શફીખાને વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી.