અંકલેશ્વર શહેર પોલીસના સર્વેલન્સ સ્કવોર્ડ દ્વારા ભાંગવાડ પાંજરાપોળ ખાતે વિદેશી શરાબનો વેપલો ચલાવતી મહિલા બૂટલેગરને ત્યાં દરોડા પાડી ઘરમાં સંતાડેલ ૧૩૪ નંગ વિદેશી શરાબની બોટલ મળી કુલ રૂ.૮૮૦૦નો વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડયો હતો.
અંકલેશ્વર શહેર પોલીસ મથકના સર્વેલન્સ સ્કવોર્ડના હે.કો. કનુભાઈ તથા સ્ટાફ બાતમીના આધારે અંકલેશ્વર ભાંગવાડ પાંજરાપોળ ખાતે મહિલા બૂટલેગર મીના વસાવાને ત્યાં દરોડા પાડી ઘરમાં સંતાડેલ વિદેશી શરાબની કુલ ૧૩૪ બોટલનો જથ્થો ઝડપી પાડયો હતો.વિદેશી શરાબના જથ્થા સાથે ઝડપાયેલ મહિલા બૂટલેગરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.