પાઇપ લાઇનની ટેસ્ટિંગ પ્રક્રિયા સંપન્ન થયા બાદ શહેરીજનોને ઘરોમાં પાણીનો પુરવઠો અપાશે
વલસાડ નગર પાલિકાના મોગરાવાડી ઝોન વિસ્તારમાં R ૬.૫૦ કરોડની પીવાના પાણીની યોજના અંતર્ગત પ્રથમ તબક્કમાં ઘરોમાં પાણીના નળ જોડાણો આપવાનો તખ્તો તૈયાર કરી દેવામાં આવ્યો છે. પાલિકા તંત્ર દ્વારા તા. ૧૪ ફેબ્રુઆરીથી જોડાણ આપવા માટે વિધિવત કામગીરી હાથ ધરવામાં આવશે.
વલસાડ પાલિકાના સને ૨૦૦૬માં થયેલા હદ િવસ્તરણમાં શહેરના પરા સમાન ગણાતા મોગરાવાડી અને અબ્રામા વિસ્તારની ૪૦ હજારની વસતિ માટે પીવાના પાણી માટે માળખાકીય સુવિધા ઉભી કરવા ગુજરાત અર્બન ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ દ્વારા કેન્દ્ર સરકારની ૮૦ ટકા,રાજ્ય ૧૦ ટકા અને નગરપાલિકાના ૧૦ ટકા ફાળા સાથે રૂ.૬.૫૦ કરોડની ગ્રાન્ટ ૨૦૦૭મા મંજૂર કરવામાં આવી હતી. સમયાંતરે મળેલી ગ્રાન્ટ હેઠળ આ યોજના ચાર વર્ષે સંપન્ન થઇ છે. પાણીના વલખાં મારતી આ વિસ્તારની પ્રજાને પીવાનુ પાણી પહોંચાડવા માટે રાઇઝિંગ પાઇપ લાઇન,ડસ્ટિિ^બ્યુશન લાઇન,પિમ્પંગ સ્ટેશન,સમ્પ અને અન્ય સુવિધાઓ સંપન્ન કરી દેવામાં આવી છે.
મોગરાવાડી વિસ્તાર માટે સાડા ચાર લાખ લીટર અને અબ્રામામાં દોઢ લાખ લીટરની ક્ષમતા ધરાવતી બે ઓવર હેડ ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું છે. છેલ્લા એક માસથી પાઇપ લાઇનના ટેસ્ટિંગની કાર્યવાહી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. પાલિકા પ્રમુખ રાજેશ પટેલ (મરચા)એ જણાવ્યું કે, આ વિસ્તારમા સરકારી યોજના હેઠળની આ માળખાકીય સુવિધાની કામગીરી પૂર્ણ થયા બાદ હવે તા. ૧૪ ફેબ્રુઆરી મંગળવારે વિધિવત પાણી આપવામાં આવશે.જેના પગલે વર્ષો બાદ આ વિસ્તારની પ્રજાની પીવાના પાણીની સમસ્યા હલ થશે. જોકે અબ્રામા વિસ્તારને ક્યારે પાણી મળશે તે હજુ જાણવા મળ્યું નથી.