Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Daxin Gujarat >> Latest News >> Valsad
 

ગામડાઓની શક્તિને એકત્ર કરી ગુજરાતને સમૃદ્ધ કરાશે: મોદી

 
Source: Bhaskar News, Valsad   |   Last Updated 2:49 AM [IST](13/05/2011)
 
 
 
 
 
મુખ્યમંત્રીએ દૂઘ શીત કેન્દ્રનું લોકાર્પણ કર્યા પછી નાનાપોંઢામાં જાહેર સભા સંબોધી

રાજ્યની કૃષિ મહોત્સવની સફળતા હવે ભારતના કૃષિ પ્રધાન અર્થતંત્રમાં ક્રાંતિ લાવી રહી છે. સરકારે ગામડાઓની બધી આર્થિક શકિતને એકત્રિત કરી કૃષિ ક્ષેત્રે ગ્રામક્રાંતિ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. ગુજરાતે કૃષિ ક્ષેત્રમાં યાંત્રીકિકરણનો નવી ટેક્નોલોજીનો પ્રવેશ આપ્યો છે. પરિણામે રાજ્યનો કૃષિદર ૧૦:૫૦ ટકા વધ્યો છે.’’ આ શબ્દો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના મુખેથી સરતા ગુરૂવારે મોટાપોંઢાની સભા તાળીઓના ગળગળાટથી ગુંજી ઊઠી હતી.

મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સભાને સંબોધતા જણાવ્યું કે, સરકાર નવા નવા પરપિત્રો બહાર પાડે, યોજના બનાવે, યોજનાઓ પાછળ કરોડોનો ખર્ચ કરે, રૂપિયા વેરે એનાથી ખેડૂતોનો વિકાસ ન થાય, ખેડૂતને ફાવે તેવો રસ્તો ન કાઢીએ તો યોજનાઓનો કોઇ મતલબ નથી. ભાજપ સરકારે ખેડૂતો સાથે સંવાદ કરી કૃષિ વૈજ્ઞાનિકોને ગામડે મોકલીને ખેતીને સમૃદ્ધ કરી છે.

સાથે-સાથે કૃષિ મહોત્સવથી ખેડૂતોની મૂંઝવણો અને મુશ્કેલીઓનો ઉકેલ સરકાર લાવી છે. જ્યારે કેન્દ્રના ભારે પ્રયાસો બાદ પણ કૃષિદર સવા બે ટકાથી વધ્યો નથી. મોટાપોંઢાના વસુધારામાં ડેરી દ્વારા ૩૩ કરોડના ખર્ચે નિર્માણ થયેલ દૂધશીત કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું. છ જિલ્લાના કૃષિ મેળને ખુલ્લું મુકર્યું હતું અને કૃષિપ્રદર્શનને નિહાળ્યું હતું.

મુખ્યમંત્રીએ ખેતી ક્ષેત્રની ઉપયોગી પુસ્તિકા અને સીડીનું વિમોચન કર્યું હતું. સભા દરમિયાન સ્વેચ્છિક સંસ્થાઓ અને ઉદ્યોગગૃહોએ રૂ.૨૬.૯૪ લાખની રકમ કન્યા કેળવણી ભડોળમાં ચેક સ્વરૂપે આપી હતી. મુખ્યમંત્રીના હસ્તે વિવિધ યોજના સહાયનાચેકો પણ લાભાર્થીઓને અપાયા હતા. તેમણે પ્રગતિશીલ ખેડૂતોનું શાલ ઓઢાડી સન્માન પણ કર્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત વનમંત્રી મંગુભાઇ પટેલ, કૃષિમંત્રી દિલીપ સંઘાણી, આયોજનપંચ ઉપાધ્યાય ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન અન્ય મંત્રીઓ જિલ્લા-તાલુકા પંચાયતનાં હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

સભાની સાથે સાથે

-- નાનાપોંઢા ચાર રસ્તા પર ફરજ પરના પોલીસ કર્મીઓએ જબરદસ્તી લાકડીના ફટકાઓ મારી ગંદી ગાળો આપી નાસ્તાની દુકાનો બંધ કરાવવાનો પ્રયાસ કર્યો. જેને લઇ દુકાનદારો અને પોલીસ વચ્ચે વિવાદ ઉપસ્થિત થયો.

-- સૌથી પહેલા મંત્રી પટેલ અને કૃષિમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સ્ટેજ પર પહોંચ્યા હતા.

-- મોટાપોંઢાના કોંગી ધારાસભ્ય જીતુ ચૌધરીની વિશેષ હાજરી.

-- સખી મંડળની મહિલાઓની બેઠક સામે જ ડસ્પિ્લે બોર્ડ મુકાતા મોદીને નિહાળવામાં વંચિત રહેતા મહિલાઓમાં નારાજગી

-- મુખ્યમંત્રી ૧૦:૫૫ વાગે આવી પહોંચ્યા અને પ્રથમ કૃષિ પ્રદર્શન પણ નિહાળ્યું

-- જિલ્લા પંચાયતના માજીપ્રમુખ પ્રકાશ પટેલ ગેરહાજર રહ્યાં.

-- મુખ્યમંત્રી ખુલ્લી જીપમાં સભામંડપમાં પહોંચ્યા

-- સભા પુરી થતાં જ હજારો લોકોએ નાનાપોંઢાની હોટલો અને ખાણીપીણીના સ્ટોલો પર ભીડ જમાવતા ખાદ્ય સામગ્રી પણ ખૂટી ગઈ હતી.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 9


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

Unveiling Victoria's latest collection
प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.