Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Daxin Gujarat >> Latest News >> Navsari
 

વિજલપોર પાલિકામાં કોંગ્રેસને પુન: સત્તા

 
Source: Bhaskar News, Navasari   |   Last Updated 3:31 AM [IST](31/08/2010)
 
 
 
 
 
પાલિકામાં છેલ્લી ઘડીના હાઈવોલ્ટેજ ડ્રામા બાદ કોંગ્રેસના ધર્મેશ પટેલ પ્રમુખપદે અને ઉપપ્રમુખપદે ભટેસિંઘ ચૂંટાઈ આવ્યા

છેલ્લી ઘડીના હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે વિજલપોર નગરપાલિકાના પ્રમુખપદે કોંગ્રેસના ધર્મેશ પટેલ માત્ર એક મતની સાંકળી સરસાઈથી ચૂંટાઈ આવ્યા હતા. આથી પાલિકામાં કોંગ્રેસ પુન: સંપૂર્ણ સત્તા હાંસલ કરવામાં સફળ રહી હતી.

વિજલપોર નગરપાલિકાના પ્રમુખપદ માટેની ચૂંટણી સોમવારે ચૂંટણી અધિકારી સ્ટેમ્પ ડ્યુટીના ડેપ્યુટી કલેક્ટર હર્ષવર્ધન મોદીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ સમયે ભાજપ- કોંગ્રેસના સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહેતા બંને પક્ષમાં પ્રમુખપદનો પોતાનો ઉમેદવાર વિજેતા થશે, એવી આશા હતી.

કટોકટની ચૂંટણી હોય કાયદો વ્યવસ્થા જાળવવા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો.
ચૂંટણી અધિકારી દ્વારા પ્રમુખપદ માટે દરખાસ્ત મંગાવાતા કોંગ્રેસ તરફથી ધર્મેશ ભીમભાઈ પટેલની તથા ભાજપ તરફથી બિમલેશ બાબુલાલ શર્માની દરખાસ્ત ટેકા સાથે રજુ કરાઈ હતી.

ચૂંટણી માટે મતદાન કરાવાતા કોંગ્રેસના ઉમેદવારને ૧૮ અને ભાજપના ઉમેદવારને ૧૭ મત મળ્યાં હતા. કોંગ્રેસના ધર્મેશ પટેલને એક મતની સરસાઈથી પાલિકાના અઢી વર્ષની મુદત માટેના પ્રમુખપદે જાહેર કરાયા હતા. ત્યારબાદ ઉપપ્રમુખપદ માટેની ચૂંટણી કરાવાતા તેમાં પણ ભાજપના ભરત ત્રિવેદી સામે કોંગ્રેસના ભટેસિંઘ ગિરાસેને એક મત વધુ મળતા ગિરાસેને પાલિકાના ઉપપ્રમુખ તરીકે વિજેતા ઘોષિત કરાયા હતા.

ચૂંટણી બાદ શહેરના માર્ગો ઉપર કોંગ્રેસની વિજયયાત્રા નીકળી હતી. ચૂંટણી ટાણે ભાજપના તમામ ૧૭ સભ્યો હાજર રહ્યા હતા, જ્યારે કોંગ્રેસના કુલ ૧૯માંથી ૧૮ સભ્યો હાજર રહ્યા હતા.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 4


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.