Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Daxin Gujarat >> Latest News >> Valsad
 

વાપીનો યુવાન વેપારી રહસ્યમય રીતે ગુમ

 
Source: Bhaskar News, Vapi   |   Last Updated 1:14 AM [IST](09/02/2012)
 
 
 
 
Advertisement
 
મંગળવારે બપોરે પૈસાની વ્યવસ્થા કરવા ગયા બાદ પરત ન ફરતા સંબંધીઓએ વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

વાપીના ભડકમોરામાં કરિયાણાની દુકાન ચલાવતો એક યુવાન વેપારી મંગળવારે બપોરે પૈસાની વ્યવસ્થા કરવા ગયા બાદ પરત ન ફરતા સંબંધીઓએ વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જો કે ગુમ થયેલા વેપારીએ દમણગંગા નદી નજીક પોતાનું બાઇક દુકાનમાં કામ કરતા ઇસમને આપ્યું હોવાનું બહાર આવતાં પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે.

વાપી ચણોદ કોલોની સ્થિત યોગેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતો ૨૪ વર્ષિય પ્રફુલ ઉર્ફે રૂપેશ શંભુરામ નંદા ભડકમોરામાં કરિયાણાની દુકાન ચલાવે છે.મંગળવારે બપોરે ૧૨.૩૦ કલાકે પ્રફુલ નંદા અન્ય વેપારીને પૈસા આપવાની વ્યવસ્થા કરવા નિકળ્યો હતો. ત્યારબાદ ઘરે પરત ન ફરતા તેના પરિવારજનોએ ભારે શોધખોળ આદરી હતી,પરંતુ તેની કોઇ ભાળ ન મળતા આખરે બુધવારે વાપી ટાઉન પોલીસ મથકે સતિષ કાનજીભાઇએ ફરિયાદ નોંધાવી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં ગુમ થનાર યુવાન વેપારી પ્રફુલે પોતાની મોટરસાઇકલ દુકાનમાં કામ કરતા એક ઇસમને દમણગંગા નદીના કિનારે આપી હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે હાલ આ ઇસમની પુછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 7


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

Unveiling Victoria's latest collection
प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.