મોંધવારીની અસર વેલેન્ટાઇન ડે ઉપર પણ પડી, ફુલોના ભાવોમાં ૫૦ ટકાનો ધરખમ વધારો
યુવા હૈયાઓ માટે પ્રેમની અભિવ્યક્તિનો અવસર એટલે ૧૪ મી ફેબુjઆરીએ ઉજવાતો વેલેન્ટાઇન ડે .આ દિવસને ઉજવવા યુવાધને કેટલાય દિવસો પહેલાંથી તૈયારીઓ શરુ કરી દીધી છે. વલસાડમાં પણ ગિફટ ની દુકાનોમાં ભીડ તો જોવા મળી રહી છે, પરંતુ મોંઘવારીની અસર વેલેન્ટાઇન ડે ઉપર ડોકાયા વિના રહેતી નથી. આ દિવસે સૌથી વધુ વેચાતા લાલ ગુલાબના ભાવમાં ૫૦ ટકા કરતાં પણ ભાવ વધારો થતાં યુવા હૈયાઓના ખિસ્સાઓ ઉપર થોડી અસર રહેશે.
વલસાડની વિવિધ ગિફટ ગેલેરીઓમાં વેલેન્ટાઇન ડે નિમિત્તે વિશેષ બનાવાયેલા કાર્ડ,ચોકલેટ અને કેકની ખરીદી યુવાધન દ્વારા થઈ છે.