Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Daxin Gujarat >> Latest News >> Valsad
 

કલસર પાસે બાઇક પુલ પરથી ખાબકતાં બે યુવાનોના મોત

 
Source: Bhaskar News, Vapi   |   Last Updated 1:28 AM [IST](30/10/2011)
 
 
 
 
Advertisement
 
ચીખલી વિસ્તારના છ મિત્રો દમણથી ફરી ઘરે પરત ફરી રહ્યાં હતા

પારડી તાલુકાના કલસર નજીક દમણથી ફરી ચીખલી તરફ જઇ રહેલાં બે મિત્રોનું બાઇક નવા બની રહેલા કોસ્ટેલ હાઇવેના થાંભલા સાથે અથડાયા બાદ પુલ પરથી ખાબકતા ગંભીર અકસ્માત થયો હતો. જેમાં એક યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા યુવાનનું સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યું હતું. દિવાળીના તહેવારોમાં ઘટના બનતા પરિવારજનો અને મિત્ર વતૂર્ળમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.

દિવાળીના તહેવારોમાં રજા હોવાથી ચીખલી વિસ્તારના છ જેટલા મિત્રો બાઇક પર દમણ ફરવા માટે આવ્યા હતા. શુક્રવારે સમગ્ર દિવસ દમણ વિસ્તારમાં ફર્યા બાદ મોડી સાંજે પરત ચીખલી જવા નિકળ્યા હતા. જેમાં એક બાઇક પર સવાર બે મિત્રો માર્ગ ભૂલી ગયા હતા.દરમિયાન પારડી નજીક કલસર કોસ્ટેલ હાઇવે રોહિત ખાડીના પુલ પાસે સીબીઝેડ બાઇક નં જી.જે.૨૧ એન.૯૪૧૫ પર સવાર યુવાને સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા થાંભલા સાથે બાઇક અથડાયા બાદ પુલ પરથી નીચે પડી જતાં અકસ્માત થયો હતો.

ગંભીર અકસ્માતમાં બાઇક સવાર દિક્ષિત છીબુ માહ્યાવંશી (ઉ.વ.૧૮)રહે.દેગામ માહ્યાવંશી ફિળયું તા.ચીખલી જી.નવસારીને માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજા પહોંચતાં તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે બાઇકની પાછળ બેઠેલા ગૌરવ કાંતિલાલ પટેલ (ઉ.વ.૧૮)રહે. ડુંગરી, આમરણીયા ફળિયા, તા.પારડી ને ઇજા પહોંચતા સારવાર અર્થો પારડીની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું કરુણ મોત નિપજ્યું હતું. બે યુવાનોના મોતના પગલે શોકની લાગણી પ્રસરી ગઇ હતી.આ અંગે પારડી પોલીસ મથકમાં ચંદ્રકાંતભાઇ જી. સોલંકીએ ફરિયાદ નોંધાવતાં અકસ્માત ગુનો નોંધાયો હતો.

પોલીસે પીછો કરતા અકસ્માત થયો હોવાની ચર્ચા

કલસર નજીક સર્જાયેલા અકસ્માતમાં બાઇક સવારનો પીછોં પોલીસ જવાને કર્યો હોવાનું માનવામાં આવે છે.ડરના કારણે બાઇકે સવારે કાબુ ગુમાવતા અકસ્માત થયો હોવાની ચર્ચા ચાલી રહી છે.બીજી તરફ પોલીસે બાઇક સવાર યુવાનનો પીછો કરવાની કેમ જરૂર પડી તે સવાલ ઉપસ્થિત થયો છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 7


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

Unveiling Victoria's latest collection
प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.