ભરૂચ તાલુકામાં આવેલાં નિકોરા ગામે રહેતાં મોગટભાઇ જગાભાઇ વસાવા રાત્રીના ૯ કલાકના અરસામાં નિકોરા ગામના રોડની સાઇડમાં બેઠાં હતાં. તે વેળાં એક કારનો ચાલક પુરઝડપે ધસી આવી તેમને ટક્કર મારી ફરાર થઇ ગયો હતો. અકસ્માતના કારણે તેમને ગંભીર ઇજા પહોંચતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
બીજા બનાવમાં જુના તવરા ગામના રાજુભાઇ પ્રભાતભાઇ ગોહિલ મંગલેશ્વર ગામેથી ચાલતા જઇ રહ્યાં હતાં. તે અરસામાં એક અજાણ્યા વાહન ચાલકે તેમને અડફેટમાં લઇ ગંભીર ઇજા પહોંચાડી નાસી છૂટયો હતો. ગંભીર ઇજાના પગલે રાજુભાઇ ગોહિલનું બનાવની જગ્યાએ જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે નબીપુર પોલીસને જાણ થતાં પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.