અંકલેશ્વર, ઝઘડિયા અને પાનોલી, ઔદ્યોગિક વસાહત પર છેલ્લાં ત્રણ વર્ષથી ક્રિટિકલ ઝોનની લટકતી તલવારના કારણે ઉદ્યોગ ગૃહો મુશ્કેલીમાં મુકાયા છે. ક્રિટિકલ ઝોનમાંથી બહાર નીકળવા માટે ગ્રાઉન્ડના બદલે મરીન નોર્મ્સ પ્રદૂષણ તંત્ર દ્વારા કરવામાં આવે એ માટેની અગત્યની બેઠક કમ સેમિનાર સીપીસીબી તેમજ જીપીસીબીના અધિકારીઓ એનસીટીએલ તેમજ પ્રદૂષણ વિભાગના સચિવો વચ્ચે વડોદરામાં શુક્રવારના રોજ યોજવામાં આવી હતી.
જેમાં મોડી સાંજ સુધી ચર્ચા વિમર્શ બાદ આખરી નિર્ણય અંગે વડી કચેરી તરફ રૂખ થયું હોવાનું જાણવા મળ્યું છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આંકડા નોર્મ્સ મુજબ મળતા નથી. સૌથી વધુ અમોનિયમ નાઇટ્રોજનના પ્રમાણને લઇ મુશ્કેલી ઉભી છે. હાલમાં જે નોર્મ્સ લાગુ પડ્યા છે તે નોર્મ્સ રાઉન્ડ લેવલના છે.
છેલ્લાં સાત વર્ષથી ત્રણેય ઔદ્યોગિક વસાહતનું પ્રદૂષિત જળ દરિયામાં જ્યાં જીવ સુષ્ટિ સંભવ નથી ત્યાં છોડવામાં આવી રહ્યું હોવા છતાં મરીન નોર્મ્સ લાગ પડાયો નથી,જો મરીન નોર્મ્સ લાગુ પડે તો હાલના તબકકે જે નોર્મ્સ મુજબની માત્રા હોવી જોઇએ તેમાં ઘણો ફેર પડવાની સાથે ક્રિટિકલ ઝોનમાંથી બહાર આવવું સરળ થાય એમ છે.
જે સંદર્ભે સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ, ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ, નર્મદા કલીન ટીક તેમજ ગુજરાત સરકારના વન પર્યાવરણ મંત્રાલયના સચિવ અગ્રસચિવ, જીપીસીબીના સચિવ વચ્ચે વડોદરા ખાતે અગત્યની બેઠક કમ સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં જર્મનથી આવેલ નિષ્ણાંત ટીમના સભ્યોએ પણ ભાગ લીધો હતો.
જેમાં આ સંદર્ભે અંકલેશ્વર ખાતે આવી માહિતી એનાયત કરી મિટિંગમાં ભાગ લીધો છે. ત્યારે મરીન નોર્મ્સના તમામ પાસા પર વિચાર વિમર્શ તેમજ તપાસ અભિપ્રાય પ્રેઝન્ટેશન વડે મોડી સાંજ સુધી વિશદ ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચાના અંતે આવેલા નિષ્કર્ષ બાબતે બંને વિભાગ દ્વારા ઉપલા સ્તરે આખરી નિર્ણય લેવાઇ એની પર મીટ મંડાઇ છે.
મરીન નોમ્સ લાગુ પડાય તો સુધારા થઇ શકે તેમ છે
અંકલેશ્વર ઝઘડિયા અને પાનોલી ઔદ્યોગિક વસાહત તેમજ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ત્રણેય ઔદ્યોગિક વસાહતનું પ્રદૂષિત પાણી જરૂરી ટ્રીટમેન્ટ બાદ ૪પ કિ.મી. દુર કંટિયાજાળ ખાતે સાત વર્ષ ઉપરાંતથી પાઇપલાઇન વડે હાલમાં આવી રહ્યું છે. છતાં પણ હજી સુધી ગ્રાઉન્ડ નોમ્સ જમીન ઉપરના તેમજ નદી અને ખનીજ પેરા મીટરની આધારે જ પ્રદુષણની માત્રા આંકવામાં આવે છે. જો મરીન નોમ્સ લાગુ પડે તો ઘણો સુધારો થઇ શકે તેમ છે.