નર્મદા જિલ્લા બાર એસો.ના હોદ્દેદારો માટે મંગળવારે ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં પ્રમુખપદના બે ઉમેદવારોને ૨૮ મત મળતા ટાઈ પડી હતી.
બી.એમ.મહેશ્વરી અને એન.એચ.માલીને ૨૮ મતો મળ્યા હતાં. જેથી સવૉનુમત્તે પ્રમુખપદના બંને દાવેદાર બનતા પ્રથમ છ માસ એન.એચ.માલી અને પછીના છ માસ માટેમહેશ્વરી પ્રમુખપદે રહેશે એવો નિર્ણય કરાયો હતો.
બીજી બાજુ ઉપપ્રમુખ પદે ધર્મેન્દ્રસિંહ ગોહિલનો પ૧ મતે વિજય થયો છે. સેક્રેટરી તરીકે એકતા વસાવા અને જોઈન્ટ સેક્રેટરી તરીકે લક્ષ્મી વસાવા બીન હરીફ ચૂંટાઈ આવ્યા છે. બે પ્રમુખોએ ચિઢ્ઢી ઉછાળી હાર જીત નકકી કરવા કરતાં છ - છ મહિના પ્રમુખ પદ ભોગવવાનું નક્કી કરી સદ્ભાવના દાખવી હતી.