નવા વર્ષે જ સર્જાયેલી કરુણાંતિકાથી ખુશીનો પ્રસંગ શોકમાં ફેરવાયો
અંકલેશ્વર પંથકમાં ૨૪ કલાકના સમયગાળા દરમિયાન અકસ્માતના ત્રણ અલગ-અલગ બનાવમાં ત્રણ વ્યક્તિઓએ પ્રાણ ગુમાવ્યાં હતાં.
મળતી માહિતીઅનુસાર સારંગપુર નવીનગરી વિસ્તારમાં રહેતાં રતીલાલ છગન વસાવાની પત્ની ફુલીબહેન રાત્રીના સવા નવ કલાકના અરસામાં પોતાના ઘરના ઓટલા પર બેઠા હતા. એકા એક ા્કોપિઓ કારના ચાલકે પૂરઝડપે ધસી આવી ઘર આંગણે બાંધેલાં પશુઓને અડફેટમાં લઇ લીધા બાદ ફુલીબહેનને ટક્કર મારતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત ફુલીબહેનને તાત્કાલીક ૧૦૮ની મદદથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું.
બીજા બનાવની વિગત મુજબ મુંબઇના ઇન્દિરા નગર ખાતે રહેતા હરપ્રિતસિંગ પોતાના ટ્રેલરમાં સિળયા ભરીને અંંકલેશ્વર તરફ આવી રહ્યાં હતાં. અરસામાં મહાવીર ટનીઁગ પરના ઓવર બ્રિજ પરથી પસાર થતી વેળાં કોઇ કારણસર તેનું સ્ટિયરીંગ ઉપરનો કાબૂ નહીં રહેતાં ટ્રેલર ઓવર બ્રિજ પરથી નીચે પટકાતાં ટ્રેલરનો કૂરચો બોલાઇ ગયો હતો.
અકસ્માતના પગલે સ્થળ પર દોડી આવેલાં ડીપીએમસીના જવાનોએ ડ્રાઇવર કેબીનમાં ફસાયેલા કિલનરને કાઢવાની કોશિશ કરી હતી. એક કલાકની ભારે જહેમત બાદ તેમણે કિલનરને ગંભીર હાલતમાં બહાર કાઢી સારવાર અર્થો ખસેડાયો હતો. જ્યારે ડ્રાઇવરનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું.
ત્રીજા બનાવમાં અંંદાડા રીક્ષા સ્ડેન્ડ પાસે નવીનગરી ખાતે રહેતો મદન બાબુરામ દેવાસી મોટર સાઇકલ ઉપર મહાવીર ઓવરબ્રીજ પરથી પસાર થઇ રહ્યો હતો. અરસામાં એક ડમ્પરના ચાલકે તેને અડફેટમાં લેતા ગંભીર ઇજાના પગલે મદન બાબુરામ દેવાસીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.