મરોલી કાંઠા વિસ્તારના છેવાડાના ગામોના અંતરને ધ્યાને લેતા સબસ્ટેશનથી અંદાજે વીસેક કિમી. થી વધુ અંતર સુધી લંબાવેલી હોવાથી ચોમાસાની મોસમમાં ખોટકાઈ જાય છે. આ પરેશાની દૂર કરવા કાંઠા વિસ્તારના માંગરોળ ગામે એક અલાયદા વીજ સબ-સ્ટેશનનો પ્રારંભ કરવા માટે મંજૂરી મળી હોવાનું જાણવા મળ્યું છે.
મરોલી કાંઠા વિસ્તારોમાં વીજવપરાશકારોને પુરવઠો પુરો પાડવા માટે નંખાયેલી વીજ લાઈનો એકંદરે પુરાણી થઇ છે. આ વીજલાઇન જર્જરિત અવસ્થામાં કાર્ય કરતા છાશવારે વારંવાર નાની મોટી ખામીઓ સર્જાય છે, જેના કારણે ગ્રાહકો હેરાન થી જાય છે. આ વિકટ સમસ્યાનો હલ કરવા માટે વીજકંપનીએ વધુ એક સબસ્ટેશન ઊભું કરવા માટે તજવીજ હાથ ધરી હતી.
તે જોતા જિલ્લા સ્તરે સૌપ્રથમ માંગરોળ ગામના ભિનાર જવાના રસ્તા ઉપર સરકારે જમીનની ફાળવણી કરી હતી, પરંતુ સ્થાનિક રહીશોના વિરોધને કારણે આ જમીન નામંજુર કરાઈ હતી. વીજકંપનીએ સબ-સ્ટેશન ઊભું કરવા માટે ફરીવાર પ્રયત્નો કર્યા હતા. હાલમાં ઉભરાટ જતાં માંગરોળ અને નિંમરાઈ ગામના રસ્તા ઉપર જમીન ફાળવવામાં આવી હતી. જ્યાં નવા ફીડરો મૂકવામાં આવશે.
આ નવા ફીડરની કેપીસીટી પણ ૬૬ કે.વી.ની રહેશે અને હાલમાં ફાળવેલી જમીન ઉપર નવુ સબસ્ટેશન ઊભુ કરવા માટે ફાઉન્ડેશન વર્ક પુરજોશમાં ચાલુ છે.
નવસારી સબસ્ટેશનમાં ૪ ફીડરો છે
દ.ગુ.વીજકંપનીની મરોલી કચેરીના ડે. ઈજનેર ત્રિવેદીએ દિવ્ય ભાસ્કરને વધુ માહિતી આપતા જણાવ્યુ હતું કે મરોલી ખાતે ૬૬ કે.વી. સબસ્ટેશનના ૮ ફીડર પૈકી ત્રણ ઉભરાટ, દાંતી અને ઓએનજીસીને છુટા કરી આપવામાં આવશે. બીજા એક વધારાના ફીડરનો પણ સમાવેશ કરાયો છે. કુલ ૪ ફીડરોનો જોગવાઇ આ નવા સબસ્ટેશનમાં કરેલી છે.