નર્મદા જિલ્લાનાં ભણાદ્રા ગામે મંગળવારે ૮૦૦થી વધૂનાં ટોળાએ બે એસટી બસોને અટકાવી પથ્થરમારો કર્યો હતો.
રાજ્યનાં મુખ્યમંત્રી દ્વારા નર્મદા જિલ્લામાં વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત મિની બસો ફાળવી આપી છે. ગ્રામિણ વિસ્તારોમાં સહેલાઇથી પરિવહન કરી શકાય તે માટે આ બસો દોડાવવામાં આવે છે. બીજી તરફ શાળા - કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે જિલ્લા મથકે નિવાસની અપુરતી સુવિધાના પગલે મોટા ભાગે વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે.
આવા સંજોગોમાં મોડી પડતી કે સ્ટેશન ઉપર ઉભી નહીં રાખતી બસો ઉપર અવાર નવાર પથ્થરમારો થવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. મંગળવારે આ ઘટનાનું પુનરાવર્તન થતાં રાજપીપળી - કેવડિયા રૂટ ઉપર ભણાદ્રા ગામ પાસે બસની રાહ જોઇને ઊભેલા વિદ્યાર્થીઓનાં ટોળાએ બે એસ ટી બસોને રોકીને પથ્થરમારો કર્યો હતો.
એસ.ટી. વિભાગ દ્વારા બસો દોડાવવામાં બેદરકારી દાખવાતાં અવાર નવાર આવી ઘટના પ્રકાશમાં આવી રહી છે ત્યારે પથ્થરમારો કરાતાં આ નુશાની પણ મુસાફરોનાં માથે ઝિંકાવાનો છે તેમાં કોઇ નવાઇ નથી. બીજી તરફ તંત્રએ પણ મુસાફરોની સંખ્યાને ધ્યાને લઇ પુરતી ટ્રીપોની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તે જરૂરી બન્યુ છે.