રાજ્ય સરકાર દ્વારા વિદ્યાસહાયકો, શિક્ષકો તેમજ પોલીસ જવાનોનો R ૨૫૦૦નો ફિકસ પગારમાં વધારો કરી R ૪૫૦૦નો કરી દેવાયો છે. માત્ર એસટી બસના ડ્રાઇવર અને કંડકટરો સાથે સરકાર દ્વારા ભેદભાવ યુક્ત નીતી અપનાવાય હોય એમ આ કર્મચારીઓ સાથે ઘોર અન્યાય કરવામાં આવી રહ્યો છે. જે મુદ્દે વલસાડના એસટી કર્મચારી મંડળના પ્રમુખ ધનસુખભાઇ પટેલે લડત આરંભી છે. આ મુદ્દે હાલમાં ફરજ બજાવી રહેલા વલસાડ ડીવીઝનના ૬૫ જેટલા ડ્રાઇવર- કંડકટરોમાં પગારના મુદ્દે અસંતોષ ફેલાયો છે.
સ્વણીઁમ ગુજરાતની ઉજવણીના ભેટરૂપે રાજ્ય સરકારે શિક્ષકો, તા.પં.જિલ્લા પંચાયતના કર્મચારી અને પોલીસમાં ફરજ બજાવતા કર્મચારીઓને R ૨૫૦૦ની જગ્યાએ R ૪૫૦૦નો પગારની જાહેરાત કરવામાં આવી હતી. જે જાહેરાતનો પણ તાત્કાલીક પણે અમલ થયો હોય એમ જે તે ખાતાના કર્મચારીઓને R ૪૫૦૦નું વેતન મળતુ પણ થઇ ગયુ છે. પરંતુ આ લાભથી એસટી નિગમના ડ્રાઇવરોને કેમ બાકાત રાખવામાં આવ્યા એ મુદ્દે વલસાડ એસટી કર્મચારી મંડળના પ્રમુખ ધનસુખ પટેલ અને સેક્રેટરી જે.સી.ચૌહાણે લડત આરંભી છે. હાલમાં તેઓએ મુખ્યમંત્રીને આ મુદ્દે લેખિત ફરિયાદ કરી પગાર મામલે તાત્કાલિક નિરાકરણ લાવવા માંગ કરી હતી.