Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Daxin Gujarat >> Vishesh
 

લાકડાંચોરી નાબૂદ કરવા સીટની રચના

 
Source: Bhaskar News, Saputara   |   Last Updated 11:02 PM [IST](19/02/2011)
 
 
 
 
 
- નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં લાકડાંચોરીનું વર્ષનું ૧૦૦ કરોડનું નેટવર્ક નાથવા અભિયાન

નવસારી, વલસાડ અને ડાંગમાં વર્ષોથી ચાલી આવેલી લાકડાંચોરીના ઓર્ગેનાઈઝડ નેટવર્કને નાથવા માટે વન વિભાગના અધિકારીઓ વામણા પુરવાર થઇ રહ્યાં છે, જેને લઇ સરકારની ચિંતા વધી ગઈ હતી. આ સમસ્યાના નિકાલની દિશા શોધી અને આ જવાબદારી પોલીસમાં જ એક પાંખ સીટ (સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ) બનાવી તેમને સોંપવાનું નક્કી થયું છે.

આ અંતર્ગત સુરત પોલીસ રેંજના આઈજી એ.કે. સિંઘ દ્વારા ગત દિવસોમાં એક કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં નક્કી થયા મુજબ લાકડાંચોરીનું વર્ષનું ૧૦૦ કરોડનું નેટવર્ક વલસાડ-નવસારી-ડાંગ વિસ્તારમાં કાર્યરત છે. તેના સામે પગલાં લેવા સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ(સીટ)ની રચના થઈ જેના વડા તરીકેની જવાબદારી ડાંગના પોલીસવડા શરદ સિંઘલને સોંપવામાં આવી છે. આ ટીમમાં અન્ય પોલીસ અધિકારીઓ પણ રહેશે.

છેલ્લા દસ વર્ષમાં લાકડાંચોરીના ગુનાની વન વિભાગમાં નોંધાયેલી ફરિયાદોના આધારે એસઆઈટી દ્વારા તપાસ કરી નેટવર્ક વિશે માહિતી મેળવવામાં આવી હતી. આ નેટવર્ક સાથે શંકાસ્પદ અને સંકળાયેલા તમામ પર વોચ ગોઠવવામાં આવી હતી, જેમાં ગ્રાઉન્ડ તેમજ ટેકનિકલ લેવલના તમામ સાધનોને કામે લગાડી હતી.

ગત ડિસેમ્બરમાં બીલીમોરામાં લાકડાંં ચોરીનો એક કેસ સામે આવ્યો હતો. આ એક કેસથી લાકડાંચોરીના નેટવર્કનો પર્દાફાશ કરવામાં મોટી મદદ પોલીસની એસઆઈટીને મળી છે. નવસારી-વલસાડમાં ખેરના લાકડાં અને ત્યારબાદ સાગ તથા અન્ય લાકડાંની ચોરી થાય છે. જ્યારે ડાંગમાં સાગના લાકડાંની સૌથી વધારે ચોરી થાય છે. વલસાડ અને નવસારીમાં લાકડાંચોરી વાહનો દ્વારા થાય છે, જ્યારે ડાંગમાં લાકડાંચોરી વાહનો તથા માથા પર બોર્ડર વિસ્તારોમાં થાય છે.

ડાંગમાં થતી લાકડાંચોરી સુબીર, શિંગાણા, પીપલદહાડ, બરડીપાડા, કાલીબેલ, ભેંસકાતરી, વઘઈ, ઝાવડા-ચીકાર, બારખાંધિયા, ભૂરભેંડી, માનમોડી, સાપુતારા, વનાર-કાંચનઘાટ, ડોન, ચિંચલી, નકટીયાહનવત વગેરે વિસ્તારોમાંથી વાહનો તથા માથા પર બોર્ડર પાસેના વિસ્તારોમાં થાય છે.

આ લાકડાં ડાંગમાંથી મહારાષ્ટ્રના નવાપુર, પિંપલનેર, મુલ્હેર, સુગૉણા, સુરત-તાપી જિલ્લાના ગામોમાં થાય છે અને મોટાભાગે સાગના લાકડાંની ચોરી થાય છે. લાકડાંચોરીને રોકવા માટે બનેલા એસઆઈટી હવે ગંભીરતાથી વિચારી રહી છે કે જંગલખાતાના અધિકારી કે કર્મચારી લાકડાંચોરોને પકડીને બે દિવસની કાર્યવાહી કરી આરોપીઓને છોડી દે છે જેથી ફરી એ ચોર પોતાનું કામ કરતો થઈ જાય અને આ લાકડાંચોરી સાથે સંકળાયેલું નેટવર્ક બચી જાય છે.

પોલીસે હવે કમર કસીને કામ આરંભી દીધુ છે. લાકડાંચોરીના ગુનામાં અનેકવાર પકડાયેલા આરોપીઓને તડીપાર કરવાના પગલાં પણ પોલીસ દ્વારા લેવાશે એવો નિર્ણય લેવાયો છે.

- ટીમમાં કોનો સમાવેશ

દક્ષિણ ગુજરાતમાં લાકડાંચોરી ડામવા જે સીટની રચના કરાઇ તેની મુખ્ય જવાબદારી ડાંગના પોલીસવડા શરદ સિંઘલને સોંપવામાં આવી છે. આ ટીમમાં શરદ સિંઘલ (આઈપીએસ, પોલીસ અધિક્ષક ડાંગ), એસ.જી. પાટીલ (પીઆઈ, ડાંગ આહવા), એલ.એસ. ચૌધરી (પીઆઈ વલસાડ), આર.એસ. ઠાકર (પીએસઆઈ બીલીમોરા)નો સમાવેશ કરાયો છે.

- બીલીમોરામાં પકડાયો પ્રથમ કેસ

લાકડાં ચોરીમાં પકડાયેલા પ્રથમ કેસની શરૂઆત તા. ૭ ડિસેમ્બર ૨૦૧૦ના રોજ બીલીમોરા પોલીસે કેટલાક ગુના દાખલ કર્યા. જેમાં લાકડા લેનાર મિસ્ત્રી પ્રેમારામ ધનારામ ચૌધરી તથા તેના બે સાગરિતો પકડાયા અને ૫૯.૨૩ ઘનફૂટ લાકડા કિંમત R ૧,૧૮,૦૦૦ કબજે લેવાયા હતા.

આ કેસની તપાસથી માલૂમ પડ્યું કે આ ત્રણેય જિલ્લામાં વર્ષોથી આયોજનપૂર્વક લાકડાંચોરીનું નેટવર્ક કામ કરે છે. જેમાં લાકડા કાપનાર, વાહતુક કરનાર, વેચનાર અને લેનાર તમામ અલગ અલગ પાર્ટીઓ હોય છે.આ કામના પણ તમામ રૂટ પોલીસે શોધીને ઓપરેશન હાથ ધર્યું છે.

- નવસારી-વલસાડ જિલ્લામાં કેટલાકની અટક તો કેટલાક વોન્ટેડ

નવસારી જિલ્લાના લાકડાંચોરી નેટવર્કના કુલ ૧૨ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. જ્યારે અન્ય વોન્ટેડ આરોપીઓ પરશુ (રગતવિહિર, તા. પેઠ, જિ. નાસિક), ઘનશ્યામ, દૌલત માહરૂ (ચૌર્યા, નિરપણ, તા. વાંસદા) છે. વલસાડ જિલ્લામાં લાકડાંચોરી નેટવર્કમાંથી કુલ ૭ની અટક કરવામાં આવી છે.

જ્યારે વોન્ટેડ આરોપીઓમાં બકુલ (આશુરા, તા. ધરમપુર), રાજેશ બાલુ પટેલ (ફલધરા, ધરમપુર), મહેન્દ્ર પટેલ (ફલવાડી, ધરમપુર), વિજય (બરૂમાળ, ધરમપુર), નરેન્દ્ર (ખારવેલ, ધરમપુર), જમશેદ (ચણોદ કોલોની, વાપી, પારડી), હાફીઝ (ભીલાડ), મુજીબ (વાપી), શેહજાદ (વ્યારા, તાપી), જયોતિ (પ્રતાપપુર, બાડમેર), રાકેશ ઉદય (વલસાડ), રામરેડ્ડી (આંધ્રપ્રદેશ)નો સમાવેશ થાય છે.

- ડાંગમાં બેની અટક તો મહારાષ્ટ્રના કેટલાકને વોન્ટેડ જાહેર કરાયા

ડાંગમાં લાકડાં ચોરીનું આખા નેટવર્કનો હજુ પર્દાફાશ થયો નથી અને હજુ ઘણાં લાકડાંંચોરોના તથા સંકળાયેલા લોકોના નામો ખુલવાના બાકી છે, પણ હાલમાં જે નામો આવ્યા તેમાંથી માત્ર બે આરોપીઓની અટક થઈ છે, જ્યારે અન્ય હજુ વોન્ટેડ છે તેમના નામો મોહન (ઢાંઢરા, ડાંગ), જુમ્મા રહેમાન વાણી (નાંદનપેડા, ડાંગ), મુનીર સૈદય આગવાન (નાંદનપેડા, ડાંગ), સાબીર જુમ્મા વાણી (નાંદનપેડા, ડાંગ), જુમ્મા વાણી (નાંદનપેડા, ડાંગ), વસંત (ઉમરપાડા, જિ. ધુલીયા, મહારાષ્ટ્ર), દેવીદાસ અનાજુ (સુબીર, ડાંગ), રઘુનાથ (સુબીર, ડાંગ), સામેલ બુધ્યા (સુબીર, ડાંગ), ગોટુ ઉર્ફે અનિલ ગનસ્યા (સુબીર, ડાંગ), મોતીરામ ધેડીયા (સુબીર, ડાંગ), અલ્તાફ નાસીર સય્યદ (પીપલનેર, મહારાષ્ટ્ર), લિયાકત યુસુફ સય્યદ (પીપલનેર, મહારાષ્ટ્ર) તથા ગજાનંદ દગડ (પીપલનેર, મહારાષ્ટ્ર)નો સમાવેશ થાય છે. ડાંગના નેટવર્કમાંથી આ આરોપીઓ ફરાર છે.

આ તમામની ધરપકડથી ડાંગના લાકડાંચોરી નેટવર્કમાંથી અન્ય મહત્વના નામો પણ ખુલવાની સંભાવના ડાંગ પોલીસને દેખાઈ રહી છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 5


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

Unveiling Victoria's latest collection
प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.