- શનિવારે ૧૨ કલાકે દેહત્યાગ કરાશે તેવી જાહેરાતના પગલે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર
- પ્રભુએ સ્વપ્નમાં આવી તેમના મૃત્યુની જાણ કરી હોવાનો સંતનો દાવો
પોતાના મૃત્યુની આગાહી કરીને ખળભળાટ મચાવનારા નર્મદા જિલ્લાના સંત ઉત્તમદાસે આગાહી અનુસાર શનિવારે બપોર સુધી દેહત્યાગ કર્યો ન હતો. એક ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, મારું ધ્યાન નથી લાગી રહ્યું એટલે ભગવાન મને લેવા આવ્યા નથી, પણ કદાચ રાત્રે 12 વાગ્યા સુધીમાં મારો દેહત્યાગ થઇ જશે.
નોંધનીય છે કે નર્મદા જિલ્લાના સિસોદરા ગામે રહેતાં ૭૬ વર્ષીય સંત ઉત્તમદાસ મહારાજે પોતાનાં મૃત્યુની આગાહી કરી શનિવારે ૧૨ કલાકે દેહત્યાગ કરવાના દાવાથી આશ્ચર્ય સાથે શ્રદ્ધાળુઓનાં ધાડેઘાડા તેમનાં દર્શન માટે ઉમટી રહ્યાં છે.
શનિવારે બપોરે બરોબર 12 કલાક દેહત્યાગ કરનારા આ સંત પોણા બે વાગ્યા સુધી બધાની સાથે વાત કરી રહ્યા હતાં.