રોલ્સે મહારાષ્ટ્રમાં રૂ.૩૬ લાખ અને ગુજરાતમાં રૂ.૧૩.૨૧ લાખનો ટેક્સ ચૂકવ્યો
સુરતમાં આવેલી દુનિયાની સૌથી વૈભવી એવી રોલ્સ રોયસકારને મુંબઇથી સુરતની સફર રૂ.૪૯.૨૧ લાખની પડી છે. આ રોલ્સ રોયસ કારના માલિકે મહારાષ્ટ્રમાં રૂ.૩૬ લાખનો ટેક્સ અને ગુજરાતમાં રૂ.૧૩.૨૧ લાખનો ટેક્સ ચૂકવવો પડ્યો હતો.
સુરતના બિલ્ડર ગોપાલ શેખાવતની રોલ્સ રોયસ કાર કન્ટેઇનરમાં મુંબઇથી સુરત જઇ રહી હતી. દરમિયાન ભિલાડ સેલ્સ ટેક્સ ચેક પોસ્ટ પર તેમનું કન્ટેઇનર ચેક કરતાં તેમની કાર પર ચૂકવવા પાત્ર થતો વેટની ચૂકવણીનું સમય મર્યાદાનું ૪૦૩નું પ્રમાણીત ફોર્મ ન હતું. જેના પગલે ભિલાડ સેલ્સ ટેક્સની ટીમે તેમને અટકાવતાં તેમણે તાત્કાલિક ચેક આપી આ રકમ ભરવાની બાંહેધરી આપતાં આ કારને ભિલાડથી જવા દેવાઇ હતી. ત્યારબાદ તે વિના કોઇ અડચણે સૂરત પહોંચી હતી.
જ્યારે કોઇપણ વાહન બીજા અન્ય સ્થળેથી રાજ્યમાં પ્રવેશે ત્યારે તેના પર સેલ્સ ટેક્સ વિભાગની એન્ટ્રી ફી લાગતી હોય છે. ઇમ્પોટેંડ રોલ્સ રોયસ કાર મુંબઇના નવનીત મોટર્સમાંથી ખરીદી રોડ પર ઉતારાઇ ત્યારે તેને મહારાષ્ટ્ર સરકારનો વેટ રૂ.૩૬ લાખ અને ગુજરાત રાજ્યની એન્ટ્રી ફી લેખેનો વેટ R ૧૩,૨૧,૫૧૯ ચૂકવ્યો હતો.
કોઇ પણ વાહનો પર મહારાષ્ટ્ર સરકારનો વેટ ૧૨.૫ ટકા છે, જ્યારે ગુજરાતનો ટેક્સ ૧૫ ટકા છે. જોકે, મહારાષ્ટ્રમા ટેક્સ ભર્યો હોય તેટલો ટેક્સ ગુજરાતમાં મજરે મળતો હોય, ગુજરાતમાં માત્ર ર.૫ ટકા જેટલો જ ટેક્સ ભરવા પાત્ર બનતો હોય છે.