DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
અંકલેશ્વરમાં સોની વેપારીને છરી ઝીંકી આંખમાં મરચુ છાંટી 7 લાખની લૂંટ
Vicky Joshi, Bharuch
| Dec 27, 2012, 14:15PM IST

- અંકલેશ્વરમાં સોની ઉપર ચપ્પુના ઘા ઝીંકી, આંખમાં મરચાંની ભૂકી નાખી ચલાવેલી લૂંટથી ચકચાર
- મોટરસાઇકલ ઉપર આવેલા બે બુકાનીધારીનું કારસ્તાન
- ૨૭૦ ગ્રામ સોનું, ૨પ૦ ગ્રામ ચાંદીનાં દાગીના,૧૦ હજાર ભરેલી બેગ આંચકી ગયા
અંકલેશ્વર જીઆઇડીસીમાં સરદાર પાર્કમાં જવેલર્સની દુકાન ધરાવતા સોની બુધવારે રાતે દુકાન બંધ કરીને ઘરે જઇ રહ્યા હતા. પીરામણ અંડરબ્રિજ નીચે બાઇક લઇને ઉભેલા બે બુકાનીધારીઓએ તેમને અટકાવી ગળાનાં ભાગે ચપ્પુના ઘા ઝીંકી, આંખમાં મરચાની ભૂકી નાખી બેગમાં રહેલા સોના-ચાંદીનાં દાગીના સહિત રૂપિયા ૭.૨૦ લાખની મત્તાની સનસનીખેજ લૂંટ ચલાવી હાઇવે તરફ ફરાર થઇ જતા ખળભળાટ મચી ગયો છે.
બનાવના પગલે અંકલેશ્વર શહેર જીઆઈડીસી સહિત જિલ્લા પોલીસતંત્રમાં દોડધામ મચી ગઈ છે. પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર અંકલેશ્વર શહેરનાં સુભાનવાડ ખાતે સમડી ફળીયામાં રહેતા રણછોડ જેઠમલભાઇ સોનીની જીઆઇડીસી સરદાર પાર્ક શોપિંગ સેન્ટરમાં ગજન જવેલર્સની દુકાન આવેલી છે. રોજનાં નિત્યક્રમ મુજબ બુધવારે રાતે તેઓ દુકાન બંધ કરીને બાઇક ઉપર ઘરે જવા નીકળ્યાં હતા.જીઆઇડીસીમાંથી ઘરે જતી વેળા પીરામણ ગામ નજીક આવેલા રેલવે અંડરબ્રિજ નીચે બાઇક લઇને ઉભેલા બે બુકાનીધારીઓ જવેલર્સ રણછોડ સોનીને તેમની બાઇક અટકાવવા માટે જણાવ્યું હતું.
જવેલર્સએ બાઇક નહિ અટકાવતા બન્ને બુકાનીધારીઓએ બળજબરીથી તેમની બાઇક અટકાવી તેમની સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. જવેલર્સ પાસે રહેલી દાગીના ભરેલી કાળી બેગ આંચકી લેવા પ્રયાસો કર્યા પરંતુ જવેલર્સએ લૂંટારૂઓનો પ્રતિકાર કર્યો હતો. એક લૂંટારૂએ ચપ્યુ જેવા તિક્ષ્ણ હથિયારથી જવેલર્સ રણછોડભાઇનાં ગળા નીચે ઉપરાછાપરી ઘા ઝીંકી અન્ય બુકાનીધારીએ તેમની આંખમાં મરચાંની ભૂકી નાખી દીધી હતી.
રણછોડ સોની લોહી લુહાણ થઇ જમીન ઉપર ઢળી પડતા બુકાનીધારીઓએ તેમની પાસે રહેલી દાગીના ભરેલી કાળી બેગ લૂંટી લઇ બાકઇ ઉપર હાઇવે તરફ ફરાર થઇ ગયા હતા. સોનાની વીંટીઓ, અન્યા દાગીના ૨પ૦ ગ્રામ કિંમત રૂપિયા ૭ લાખ, ચાંદીનાં વાસણો, મૂર્તિ, સાંકળા કુલ ૨૦૦ ગ્રામ કિંમત રૂપિયા ૧૦ હજાર અને ૧૦ હજાર રોકડા મળી કુલ રૂપિયા ૭.૨૦ લાખની સનસનીખેજ લૂંટથી ભરૂચ જિલ્લામાં ખળભળાટ મચી જવા સાથે પોલીસ દોડતી થઇ ગઇ હતી.
આ અહેવાલની વધુ વિગતો તસવીરો સાથે વાંચવા આગળ ક્લિક કરો.





