નવસારી જિલ્લામાં પંચાયતના આઠ કરોડનાં કામો મંજુર થયાં છે
ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ, વન-પર્યાવરણ મંત્રી મંગુભાઇ પટેલે નવસારી જિલ્લાના છાપરા ગામે જુદા જુદા ત્રણ ગ્રામ્ય માર્ગનું ભૂમિપૂજન કરી, માર્ગકામનો પ્રારંભ કરાવ્યો હતો. આ માર્ગો રૂ.૭૫ લાખના ખર્ચે તૈયાર થશે.
આ પ્રસંગે વનમંત્રી મંગુભાઇ પટેલે જણાવ્યું હતું કે, શહેરને અડીને આવેલા વિકસીત ગામના આંતરીક માર્ગ બનવાથી માર્ગની સુવિધા પ્રાપ્ત થશે. રાજ્યના મુખ્યમંત્રીએ સમાજના તમામ વર્ગોને ધ્યાનમાં રાખી સમાંતર વિકાસકામો હાથ ધર્યા છે. નવસારી જિલ્લામાં પંચાયતના આઠ કરોડના કામો મંજુર થયા છે. છાપરામાં અકે સાથે ત્રણ માર્ગોનું ભૂમિપૂજન કરાયું છે. આ કામો સારી રીતે ઉંચી ગુણવત્તાવાળુ બને અને તેની દેખરેખ ગામના નાગરિકોએ કરવાની છે. જેથી ગામના વિકાસકામો ખુબ સારી સુવિધા સભર બને.
પ્રારંભમા કાર્યપાલક ઇજનેર પી.પી.પંડયાએ માર્ગકામની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, છાપરા ગામે પંચાયત ઘરથી દેસાઇ ફિળયા રોડ રૂ.૯.૮૯ લાખ, સરસ્વતીનગર રોડ રૂ.૬.૭૧ લાખ, છાપરા નાળ ફિળયા કેવલ્યાધામ રોડ રૂ.૫૮.૮૬ લાખના ખર્ચે મેટલીંગ, બી.યુ.એસ.જી.ની કામગીરી, કારપેટ, સીલકોટ, આસ્ફાલ્ટ પેઇન્ટિંગ કામગીરી, કાચીગટર, જરૂરિયાત મુજબ રોડ ફર્નિચરની કામગીરી પણ કરાશે.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ હસુમતીબેન પટેલ, જિલ્લા પંચાયત ૨૦ મુદ્દા અમલીકરણ સમિતિના અધ્યક્ષ નિતિનભાઇ વાઘેલા, કારોબારી સમિતિના અધ્યક્ષ કમલેશભાઇ, અગ્રણી જયંતભિાઇ આહિર, મહેશભાઇ બાવાજી, છાપરાના સરપંચ વિનોદભાઇ, ભરતભાઇ, રણજીતકાકા, રાકેશભાઇ, અનિલભાઇ, નાયબ કાર્યપાલક ઇજનેર વસાવા, જીતેન્દ્રભાઇ રાઠોડ, ચૌહાણ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.