લાલદરવાજા પટેલવાડી પાસે છેલ્લા આઠ દિવસથી પાણીની લાઇન તૂટી છે, આને લીધે પાણીના સમયે આખો વિસ્તાર જળબંબાકાર થઈ રહ્યો છે. ઝોન ઓફિસથી લઈને કમિશનર સુધી ફરિયાદ કરાઈ છતાં તેને આજ સુધી કાને ધરાઈ નથી. આવી જ હાલત શહેરના અન્ય વિસ્તારોમાંથી કરાતી ફરિયાદોની પણ છે.
લોકોની ફરિયાદનો નિવેડો લાવવામાં પાલિકાનું તંત્ર અખાડા કરી રહ્યું છે. આમ તો, લોકોની ફરિયાદ નિવારવા માટે પાલિકાએ ગ્રીવન્સ રિડ્રેસલ સિસ્ટમ પણ તૈયાર કરી છે. જોકે, એવોર્ડ અપાવી ચૂકેલી આ સિસ્ટમ માત્ર કાગળ ઉપર જ દોડી રહી હોય તેવું દેખાય છે. - તસવીર હેતલ શાહ
ફરિયાદનો સિલસિલો
૩૦જુન - સાંજે : કમિશનરને ફરિયાદ
૧જુલાઈ - સવારે : ખાડો ખોદીને સ્ટાફ છુમંતર
૧જુલાઈ - સાંજે : કતારગામ ઝોન ઓફિસમાં ફરિયાદ
૩જુલાઈ - સાંજે : ફરિયાદ પછી પણ કોઈ પગલાં ન લેવાયાં